Aapnu Gujarat
રાષ્ટ્રીય

અમે રાફેલ વિમાન ભારતમાં જ બનાવવા તૈયાર, ફ્રાંસની ભારતને ઓફર

ભારત અને ફ્રાંસ વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગની વચ્ચે ફ્રાંસે ભારત સમક્ષ એક નવી અને ઐતિહાસિક ઓફર મુકી છે.ફ્રાંસે પોતાના રાફેલ લડાકુ વિમાન અને પેન્થર હેલિકોપ્ટર ભારતમાં બનાવવાનો પ્રસ્તાવ સરકારને આપ્યો છે.જે પ્રમાણે પેન્થર હેલિકોપ્ટરનુ ૧૦૦ ટકા એસેમ્બલિંગ ભારતમાં થશે તેમજ ફ્રાંસે રાફેલ વિમાનોની ૭૦ ટકા એસેમ્બલી લાઈન ભારતમાં શિફ્ટ કરવાની પણ તૈયારી બતાવી છે.જેનાથી ભારતના મેક ઈન ઈન્ડિયા અભિયાનને મદદ મળશે.બંને દેશો વચ્ચે ટેકનોલોજી ટ્રાન્સફર માટે વાતચીત ચાલી રહી છે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુએલ મેક્રોના રાજકીય સલાહકાર ગયા સપ્તાહે દિલ્હીમાં આવ્યા હતા.જેમાં થયેલી વાતચીત અંગે એક મીડિયા રિપોર્ટ પ્રમાણે ભારત ફ્રાંસ પાસેથી વધારે રાફેલ ફાઈટર જેટ ખરીદી શકે છે.એવુ મનાય છે કે, જો ભારતમાં આ વિમાનને એસેમ્બલ કરવામાં આવે તો તેની કિંમત ઓછી થઈ શકે છે.
બીજી તરફ ભારતને નૌ સેના માટે હેલિકોપ્ટરની જરુર છે.જે આપવા માટે પણ ફ્રાસં તૈયાર છે.
આ સિવાય ન્યુક્લીયર રિએક્ટર ટેકનોલોજી અંગે પણ બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે વાતચીત થઈ હતી.

Related posts

नौशेरा सेक्टर में पाक ने किया सीज फायर उल्ल्घन, एक जवान शहीद

aapnugujarat

अयोध्या ढांचा विध्‍वंस मामले में जज के रिटायरमेंट पर UP सरकार से SC ने मांगा जवाब

aapnugujarat

હિંમતનગરની ફિમેલ હેલ્થ વર્કર બહેો દ્વારા ઉચ્ચ કચેરી ખાતે ટેકો મોબાઈલ જમા કરાવ્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1