Aapnu Gujarat
રાષ્ટ્રીય

સંઘની દખલ ઘટાડવા ભાજપમાં કેટલાક ફેરફાર કરાયા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની પોતાના કામમાં દખલગીરી ઘટાડવા ભાજપે કેટલાક હોદ્દામાં ફેરબદલ કરી હતી. ખાસ કરીને સંયુક્ત મહાસચિવોના પ્રભાવને ઘટાડવા તેમની પાંખ કાપી નાખવામાં આવી હતી.વી સતીશને સંયોજક બનાવવામાં આવ્યા હતા. આ એક નવો હોદ્દો છે જે સંસદીય જૂથ અને દલિતો પર ભાજપના પ્રભાવ પર નજર રાખશે.
લો પ્રોફાઇલ રહેતા હોય એવા નેતાઓને કેટલાક હોદ્દા આપવામાં આવ્યા હતા. આ ફેરબદલથી એવા હોદ્દેદારોને અસર થવાની શક્યતા હતી જે સંઘના સભ્યો છે.આ કવાયતનો અર્થ એવો કાઢવામાં આવી રહ્યો હતો કે સંઘની અસર ભાજપ પર ઓછી થાય એવું આ પગલું હતું. સંઘ ભાજપ અને સરકારની દરેક કામગીરીમાં દખલ ન દઇ શકે એવો પણ આ પગલા પાછળનો ઉદ્દેશ હતો એમ માહિતગાર સૂત્રોનું કહેવું હતું.
વી સતીશ પાર્લામેન્ટરી પાર્ટી, અનુસૂચિત જાતિ મોરચો અને દલિતો સુધી ભાજપની પહોંચ વધારવાની દિશામાં કાર્ય કરશે.જોઇન્ટ સેક્રેટરી સૌદાન સિંઘને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. એ ચંડીગઢમાં રહીને હરિયાણા, પંજાબ, ચંડીગઢ અને હિમાચલ પ્રદેશના ભાજપના કાર્યો પર નજર રાખશે અને જરૂરી પગલાં લેશે. ભાજપ માટે આ પ્રદેશો મહત્ત્વના છે.અન્ય એક જોઇન્ટ સેક્રેટરી શિવ પ્રકાશ પણ આ હોદ્દા પર રહેશે પરંતુ એમના કામકાજનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું. શિવ પ્રકાશ ભોપાલમાં રહીને મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં ભાજપનાં કાર્યો પર નજર રાખશે અને જરૂરી પગલાં લેશે.આ ફેરફારો અતિ તીવ્ર લેવલના નથી. સંઘને એવું પણ ન લાગવું જોઇએ કે ભાજપ સંઘથી સો ટકા અલગ થઇ ચૂક્યો છે. પરંતુ સંઘની સાથેાસાથ ભાજપના નેતાઓને પણ સરખું મહત્ત્વ મળી રહે એની તકેદારી રાખવામાં આવી હતી.માહિતગાર સૂત્રોએ એવો દાવો કર્યો હતો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહએ આ ફેરફારોને અમલી બનાવવા માટે સંઘની સંમતિ લેવાની અગમચેતી પણ દાખવી રહ્યા હતા.

Related posts

ગરીબી-ખેડૂતોને મામલે ભાજપ-કોંગ્રેસ એક ડાળના પંખી છે : માયાવતી

aapnugujarat

સ્ટેન્ટની કિંમત ઘટી હોવા છતાં એન્જીયોપ્લાસ્ટી સસ્તી ન થઇ

aapnugujarat

રાજ્યસભા : હવે સાંસદોએ રજા લેવા માટે અરજી આપવી પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1