Aapnu Gujarat
રાષ્ટ્રીય

હાથરસ કેસ : સીબીઆઈની ટીમે ચાર્જશીટ દાખલ કરી

ઉત્તર પ્રદેશના હાથરસમાં બનેલી કથિત ગેંગરેપની ઘટનાના ત્રણ મહિના બાદ આખરે તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે ચારેય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે.
આરોપીઓએ ૧૯ વર્ષિય દલિત યુવતી સાથે ગેંગરેપ કર્યા બાદ તેની હત્યા કરી નાખી હતી, જે બાદ આ ચારેયની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ સ્થાનિક કોર્ટમાં સંદીપ, લવકુશ, રવિ અને રામૂ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ-હત્યાની કલામો ઉપરાંત એસસી/એસટી એક્ટની કલમો પણ લગાવવામાં આવી છે.
આરોપીઓના વકીલે કોર્ટની બહાર બતાવ્યુ હતું કે, હાથરસની સ્થાનિક કોર્ટે આ મામલે ધ્યાન દોર્યુ છે. જણાવી દઈએ કે, ગત ૧૪ ડિસેમ્બરના રોજ હાથરસની યુવતી સાથે કથિત ઉચ્ચ જાતિના ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હતો. યુવતીનું ૨૯ સપ્ટેમબરના રોજ દિલ્હીની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ ગયુ હતું. આ ઘટના બાદ પરિવારની મંજૂરી વગર જ પોલીસે ઉતાવળમાં યુવતીના અગ્નિસંસ્કાર પણ કરી નાખ્યા હતા.
પરિવારે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા, પણ પોલીસ વિભાગનું કહેવુ છે કે, પરિવારની મંજૂરી બાદ જ યુવતીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ મામલામાં યુપી પોલીસ ઉપરાંત એસટીએફ પણ તપાસ કરી રહી છે. બાદમાં આ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો. એજન્સીએ આ મામલે ચાર આરોપી સંદીપ, રામૂ, લવકુશ અને રવિની ભૂમિકાની તપાસમાં લાગી છે. હાલ ચારેય આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે.સીબીઆઈએ આ ચારેય આરોપીઓ વિરુદ્ધ ગેંગરેપ બાદ હત્યાનો આરોપ લગાવ્યો છે. તપાસ દરમિયાન આ ચારેયના કેટલીય વખત ફોરેંન્સિક ટેસ્ટ પણ કરવામાં આવ્યા. આ ઉપરાંત તપાસકર્તાઓએ જવાહર લાલ નહેરૂ મેડિકલ કોલેજ એન્જ હોસ્પિટલના ડોક્ટર્સના સાથે વાત પણ કીરી, જ્યાં ગેંગરેપ પીડિતાની સારવાર ચાલી રહી હતી. જણાવી દઈએ કે, આ કેસના કારણે યોગી સરકારની કામગીરી પણ ખુલ્લી પડી ગઈ છે. સરકાર આ કેસમાં તમામ મુદ્દે નિષ્ફળ સાબિત થઈ હતી, તે સમયે યોગીને ઘણી નિંદાનો સામનો પણ કરવો પડ્યો હતો. એક્શન લેવામાં જરાં પણ રસ ન દાખવતી યોગી સરકાર પર વિપક્ષે પણ ઘણુ દબાણ ઉભું કર્યુ હતું. અને આખરે આ કેસ સીબીઆઈને સોંપવો પડ્યો હતો.

Related posts

પશ્ચિમ બંગાળમાં ભાજપાની લહેર : અમિત શાહ

aapnugujarat

राष्ट्रपति ने कहा पास्को एक्ट में दया याचिका हटायी जाए

aapnugujarat

उर्मिला ने चुनाव में हार के लिए कांग्रेस के स्थानीय नेताओं को ठहराया जिम्मेदार

aapnugujarat

Leave a Comment

UA-96247877-1