Aapnu Gujarat
ગુજરાત

૧૦ થી ૧૨મી ડિસેમ્બર દરમિયાન વરસાદની સંભાવના

આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદના પગલે ખેડૂતોના હાલ બેહાલ હતા. ખેડૂતોએ પોતાના પાક તૈયાર કર્યા બાદ પણ વરસાદ પડ્યો હતો. હાલ ગુજરાતમાં મોટા પ્રમાણમાં શિયાળું પાકનું વાવેતર થઈ ગયું છે ત્યારે ફરી એકવાર જગતના તાત માટે માઠા સમાચાર મળી રહ્યા છે.
રાજ્યમાં આગામી દિવસોમાં વાતાવરણમાં પલટી આવી શકે છે. એટલું જ નહીં, અમુક વિસ્તારોમાં વરસાદ પણ પડી શકવાની સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગની અમદાવાદ ઓફિસ તરફથી જણાવ્યા પ્રમાણે આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકે છે. જેના પગલે આગામી ૧૦થી ૧૨મી ડિસેમ્બરના રોજ છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ દિવસો દરમિયાન સોમનાથ, સુરત, ભાવનગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.આ મામલે હવામાન વિભાગ અમદાવાદના ડાયરેક્ટર ડૉક્ટર જયંત સરકાર જણાવ્યું હતું કે, ૧૦મી તારીખે એટકે કે પ્રથમ દિવસે ગીર-સોમનાથ જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે. બીજા દિવસે એટલે કે ૧૧ તારીખના રોજ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લામાં થોડો વરસાદ પડવાની સંભાવના રહેલી છે. ૧૨મી તારીખના રોજ ભાવનગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને વડોદરા જિલ્લામાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે.ઉલ્લેખનીય છે કે આ વર્ષે ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો છે. જેના પગલે ચોમાસા દરમિયાન ગુજરાતના ખેડૂતોએ ખૂબ નુકસાન સહન કરવું પડ્યું હતું. ચોમાસામાં સારા વરસાદને પગલે આ વર્ષે શિયાળું પાકનું ખૂબ મોટા પ્રમાણમાં વાવેતર થયું છે. જો હાલ વરસાદ પડે તો જીરુ સહિતના પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત કપાસના પાકને પણ નુકસાન થઈ શકે છે.

Related posts

વિરમગામના હાથી તલાવડી વિસ્તારમાં મહર્ષિ વાલ્મીકિ ભગવાન જયંતિની ઉજવણી કરવામાં આવી

aapnugujarat

વટવામાં ભાઈબીજનાં દિવસે પતિ-પત્ની વચ્ચે ઝઘડો : પત્નીએ આપઘાત કર્યો

aapnugujarat

૨૫,સપ્ટેમ્બ૨થી ૨, ઓકટોબ૨ દ૨મિયાન રાજયમાં ઉજવાશે ખાદી સપ્તાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1