Aapnu Gujarat
ગુજરાત

હિંમતનગર સિવિલની બેદરકારી આવી સામે

કોવિડ પોઝિટિવ દર્દીને આપવામાં આવતી દવા છેલ્લા એક સપ્તાહથી સિવિલ હૉસ્પિટલ પાસે નથી. કોરોના સામે રાહત આપતી ફેવીપીરાવીરની ફેબીફલુ ટેબલેટ પણ હિંમતનગર સિવિલ હોસ્પિટલ પાસે નથી. ફેબીફલુ ટેબલેટ કોરોના પોઝિટિવ દર્દીને વાઈરસના ‘આરએનએ’નો નાશ કરે છે અને કોરોના વાઈરસ ગ્રોથ ઘટાડો કરવામાં મદદરૂપ નીવડે છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહથી ફેબીફલુ ટેબલેટ ના હોવાના કારણે કોરોના ગ્રસ્ત દર્દીઓને બહારથી દવા લાવવા ડૉક્ટરો સૂચવે છે. ફેવીપીરાવીર – ફેબીફલુ ટેબલેટ અંદાજે બે હજાર કરતા પણ વધારે કિંમતે સિવિલ હોસ્પિટલના કોરોનાગ્રસ્ત દર્દી અને હોમ ક્વૉરોન્ટાઈન થયેલ દર્દી બહારથી દવા લાવવા મજબુર બન્યા છે. નામ મોટા દર્શન ખોટા જેવી સ્થિતિ હિંમતનગર સિવિલ હોસ્પિટલની નિર્માણ થવા પામી છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલના સર્જનનું માનવું છે કે, સરકાર પાસેથી ૨૦૦૦૦ ટેબલેટની માંગણી કરતા હિંમતનગર સિવિલને ફકત ૨૦૦૦ ટેબલેટ ફાળવેલ છે.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડિયા, હિંમતનગર)

Related posts

सूरत में दर्दनाक सड़क हादसा : फुटपाथ पर सो रहे मजदूरों को ट्रक ने कुचला, 15 की मौत

editor

લાંભામાં દોઢ વર્ષનું બાળક ખાડામાં ડૂબતાં મોત

aapnugujarat

દિનેશ બાંભણીયા સામે જામીનલાયક વોરન્ટ જારી થતાં ચકચાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1