Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઝારખંડ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માત્ર ૭૫ મિનિટની મુલાકાતનું ૪૪ લાખનું બિલ

શું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઝારખંડનું ભોજન આટલું પસંદ આવી ગયું કે માત્ર ૭૫ મિનિટની મુલાકાતમાં તેમના ખાનપાન પર ૪૪ લાખ રૂપિયા ખર્ચાઈ ગયા? આ મામલે હવે વડાપ્રધાન કાર્યાલયે ઝારખંડની સરકાર પાસે ખર્ચ બાબતે રિપોર્ટ તલબ કર્યો છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર હજાર કરોડ રૂપિયાની યોજનાઓની સોગાદ આપવા માટે બે માસ પહેલા ઝારખંડના સાહબગંજ પહોંચ્યા હતા. તેમની આ ટૂંકી મુલાકાતમાં નવ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે.
આ ખર્ચનું બિલ પણ રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવ્યું છે. ખર્ચનો આ આંકડો જાણીને પીએમઓના હોશ ઉડી ગયા હતા. હવે પીએમઓએ ઝારખંડ સરકાર પાસે ખર્ચનો ઓડિટ રિપોર્ટ માંગ્યો છે.બીજી તરફ ઝારખંડ સરકારનું કહેવું છે કે ઘણાં હેલિપેડ અને પ્રવાસ માટે સડકો બનાવવામાં આવી છે. શહેરને સુંદર બનાવવા માટે પણ નાણાં ખર્ચાયા છે.ઝારખંડ સરકારનું કહેવું છે કે ચુનિંદા મહેમાનો સાથે મોદીએ લંચ કર્યું હતું અને તે તમામનો ભોજનનો પ્રતિ પ્લેટ ખર્ચ ૧૧૦૦ રૂપિયા હતો.મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન મોદીએ ૬ એપ્રિલે સાહેબગંજ ખાતે ચાર હજાર કરોડ રૂપિયાની યોજનાઓના શિલાન્યાસ કર્યા હતા.

Related posts

गुजरात के द्वारका और दिल्ली के बीच विशेष रेलगाड़ी का संचालन

aapnugujarat

NDA ने कल्याणकारी योजनाओं को लागू कर जीता बिहार के किसानों का भरोसा : सुशील मोदी

editor

गिरिराज को बिहार का अगला CM बनाने की उठी मांग, बेगूसराय में समर्थकों ने लगाए नारे

aapnugujarat

Leave a Comment

UA-96247877-1