Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પે ૬ મુસ્લિમ દેશો માટે નવા વિઝા નિયમ બનાવ્યા

ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને છ મુસ્લિમ દેશોના વિઝા એપ્લિકેન્ટ્‌સ માટે નવા ક્રાઈટેરિયા નક્કી કર્યા છે. એટલે કે આ દેશોના લોકોને અમેરિકાનો પ્રવાસ કરવા માટે તેમના કોઈ નજીકના સંબંધી અમેરિકામાં સ્થાઈ હોવા જરૂરી છે.
ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને આ નિર્ણય એવા સમયે લીધો છે જયારે સુપ્રીમ કોર્ટે અગાઉ લગાવેલા ટ્રાવેલ પ્રતિબંધ પર રોક લગાવી દીધી હતી.નવી ગાઈડલાઈન્સ દુનિયાભરમાં આવેલા અમેરિકા દૂતાવાસો અને વાણિજય દૂતાવાસોમાં મોકલી દેવામાં આવી છે. આ ગાઈડલાઈન્સમાં કહેવામાં આવ્યું કે છ દેશોના નાગરિકોને અમેરિકામાં ટ્રાવેલ કરવા માટે લોહીના સંબંધ દર્શાવવા જરૂરી છે. નવા ક્રાઈટેરિયા પ્રમાણે વિઝા એપ્લિકેન્ટ્‌સનો પતિ અથવા પત્ની, બાળક, જમાઈ કે પુત્રવધુ અને ભાઈ અમેરિકામાં રહેતો હોવો જરૂરી છે. આ ક્રાઈટેરિયામાં ગ્રાંડપેરેન્ટ્‌સ, ગ્રાંડ ચિલ્ડ્રન, આન્ટી, અંકલ, ભત્રીજા-ભત્રીજી, ચાચેરા ભાઈ-બહેન, સાળા-સાળી, ફિયાન્સે અને અન્ય ફેમિલી મેમ્બર્સને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવશે નહીં.ઉલ્લેખનીય છે કે આ પહેલા ટ્રાવેલ બેન પર સ્ટે આવ્યા બાદ અમેરિકન સુપ્રીમ કોર્ટે ટ્રાવેલ બેનને આંશિક મંજૂરી આપી હતી, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ઈરાન, લીબિયા, સોમાલિયા, સૂડાન, સીરિયા અને યમન દેશોના નાગરિક પર અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.આ પહેલા ટ્રાવેલ બેન પર સુનાવણી દરમિયાન જજોએ કહ્યું હતું કે ઓકટોબરમાં આ નિર્ણય પર સમિક્ષા કરવામાં આવશે. હવે આ ટ્રાવેલ બેન છ દેશોના એવા લોકો પર લાગુ થશે જેમના કોઈ પણ સંબંધી અમેરિકામાં રહેતા નથી.ટ્રમ્પ પ્રેસિડન્ટ બન્યા બાદ ચુંટણી ૨૭ જાન્યુઆરીએ સાત મુસ્લિમ દેશો પર ટ્રાવેલ બેન લગાવતો એકઝીકયુટીવ ઓર્ડર સામે આવ્યો હતો. ઓર્ડર મુજબ ઇરાક, લીબિયા, ઇરાન, સોમાલિયા, સુદાન, સીરીયા અને યમનના લોકો સહિત બધા જ શરણાર્થીઓની યુએસમાં એન્ટ્રી રોકવામાં આવી હતી.

Related posts

भारत ने गुप्त रखा आर्टिकल 370 प्लान, नहीं दी कोई जानकारी : US

aapnugujarat

चीन में भूकंप के झटकों से धंसी कोयला खदान, 9 खनिकों की मौत

aapnugujarat

अमेरिका ने H-1B वीज़ा पर लगायी रोक

editor

Leave a Comment

UA-96247877-1