Aapnu Gujarat
Uncategorized

ભાવનગર શહેરનું વિક્ટોરિયા પાર્ક આજથી શહેરીજનો માટે ખુલ્લું મુકાયું

કોવિડ-૧૯ની મહામારીના કારણે વિક્ટોરિયા પાર્ક અનામત જંગલ મુલાકાતીઓ માટે બંધ જાહેર કરવામાં આવેલ. તાજેતરમાં મોટાભાગના પાર્ક ખોલવા અંગે માર્ગદર્શિકા જાહેર થયેલ છે જે અન્વયે વિક્ટોરિયા પાર્કમાં મુલાકાતીઓને નિયત કરેલ માર્ગદર્શક સિધ્ધાંતોના અમલની શરતે સવારે ૬.૦૦ કલાકથી ૮ઃ૩૦ કલાક અને સાંજે ૪ઃ૦૦ કલાકથી ૬ઃ૩૦ કલાક દરમ્યાન પ્રવેશ આપવામાં આવશે. આજથી વિક્ટોરિયા પાર્કને ખુલ્લુ મુકવામાં આવેલ છે. આ અંગે રેન્જ ફોરેસ્ટ ઓફિસર, ક્ષેત્રીય રેન્જ, ભાવનગરે વધુમાં જણાવ્યું હતું કે જયારે પાર્ક બંધ રાખવામાં આવેલ તે દરમ્યાન થયેલ અવલોકનો મુજબ વન્યજીવોને ખલેલ બંધ થવાના કારણે ખૂબ જ સુંદર વાતાવરણનું નિર્માણ તેમના માટે થયેલ અને વન્ય જીવો મુક્તપણે વિહરતા જોવા મળેલ. ચાલુ વર્ષે વરસાદ પણ ખૂબ જ સારો થવાના કારણે કૃષ્ણકુંજ તળાવમાં પાણી ભરાયેલ છે. મુલાકાતીઓની ખલેલ ન હોવાના કારણે ખૂબ સરસ હેરોનરી તળાવમાં જોવા મળેલ છે જે તજજ્ઞોના મતે લગભગ ૧૫ વર્ષ પછી આ પ્રકારનો અદભુત નજારો જોવા મળ્યો છે. આથી જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે કે શક્ય હોય ત્યાં સુધી ઓછામાં ઓછા મુલાકાતીઓ આ પાર્કની મુલાકાતે આવે. બંધ સમયગાળામાં લોકો જોગર્સ પાર્કનો ઉપયોગ કરે છે તે શરૂ રાખે અને વિક્ટોરિયા પાર્કની મુલાકાત લે ત્યારે યોગ્ય સેનિટાઈઝરનો ઉપયોગ કરી, માસ્ક પહેરી, સામાજિક અંતર જાળવીને મુલાકાત લેવા ભાવનગર વન વિભાગ દ્વારા અનુરોધ કરાયો છે. પાર્કમાં મુલાકાતીઓએ પાલન કરવાની શરતો, સૂચનો અંગે માર્ગદર્શક બોર્ડ જવેલ્સ સર્કલ ગેટ અને દિલબહાર પણીની ટાંકી પાસેના ગેટ પર મુકવામાં આવેલ છે જેનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.


(અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)
(વિડિયો – તસવીર :- કલ્પ બેલાણી, ભાવનગર)

Related posts

ધોરાજીમાં ડૉ. બાબાસાહેબને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા

editor

જેતપુર સરકારી હોસ્પિટલમાં કોરોના સારવાર સેન્ટરનો વિરોધ

editor

સામુહિક અને પ્રાથમિક આરોગ્ય કેંદ્રના આઉટ સોર્સ કર્મચારી દ્વારા આપવામાં આવ્યું આવેદન પત્ર

editor

Leave a Comment

UA-96247877-1