Aapnu Gujarat
રાષ્ટ્રીય

મધ્યપ્રદેશે ડુંગળી ઠાલવતાં ભાવ ગગડ્યાઃ વેપારીઓ નારાજ

ડુંગળીના ભાવમાં દોઢ વર્ષ પછી પણ નરમાઈ જારી છે ત્યારે વેપારીઓએ દાવો કર્યો છે કે મધ્યપ્રદેશ સરકાર દ્વારા ડુંગળીની ખરીદીની યોજના તેમના માટે મોટા ફટકા સમાન છે. મધ્યપ્રદેશે બીજાં રાજ્યોમાં પાણીના ભાવે ડુંગળી ઠાલવતાં જૂનમાં તેના ભાવમાં કડાકો બોલ્યો હતો તેવો દાવો નિકાસકારો અને વેપારીઓ કરે છે. ડુંગળીના વેપારીઓએ આક્ષેપ કર્યો હતો કે ખેડૂતોના વિરોધના પગલે મધ્યપ્રદેશ સરકાર ડુંગળી ખરીદી રહી છે અને બીજાં રાજ્યોમાં સાવ નીચા ભાવે ઠાલવી રહી છે.
મધ્યપ્રદેશ સરકાર ખેડૂતો પાસેથી ૮ રૂપિયાના ભાવે ડુંગળી ખરીદી રહી છે અને તેણે ૨૬ જૂન સુધીમાં ૪.૮૮ લાખ ટન ડુંગળી ખરીદી છે. તે ગરીબોને પ્રતિ કિલો બે રૂપિયાના ભાવે ડુંગળી વેચવાનું આયોજન ધરાવે છે.બીજાં રાજ્યોના વેપારીઓએ પણ ઇટીની વાતને સમર્થન આપ્યું હતું કે મધ્યપ્રદેશ સરકારે પ્રતિ કિલો બેથી ત્રણ રૂપિયાના ભાવે ડુંગળી વેચવાની ઓફર કરી છે. જંગી નિકાસના પગલે વેપારીઓને જૂનમાં ડુંગળીના ભાવમાં સુધારાની આશા હતી. ડુંગળીના ભાવ સ્થાનિક બજારમાં જૂનથી સુધરવા જોઈએ. પણ તે છેલ્લા દસ દિવસ દરમિયાન પ્રતિ કિલો બે રૂપિયાથી ઘટી એક રૂપિયો થયા છે, તેમ મહારાષ્ટ્રના ડુંગળીના વેપારી દાનિશ શાહે જણાવ્યું હતું.ભારતે જંગી ઉત્પાદન, સારી ગુણવત્તા, નીચા ભાવ અને સરકારી પ્રોત્સાહનોના લીધે ૨૦૧૬-૧૭માં ૩૪ લાખ ટનથી વધારે ડુંગળીની નિકાસ કરી છે. પણ નિકાસકારોનો દાવો છે કે દેશમાં ડુંગળીનો સંગ્રહિત જથ્થો ડિસેમ્બર સુધી ચાલી શકે તેમ છે અને આથી તેણે નિકાસ માટેનાં પ્રોત્સાહનો ૩૦ જૂનની સમયમર્યાદાથી પણ આગળ વધારવા માંગ કરી છે.ગયા વર્ષે ડુંગળીના ભાવમાં કડાકો બોલ્યા પછી કેન્દ્ર સરકારે મર્ચેન્ડાઇઝ એક્સ્પોર્ટ ઇન્સેન્ટિવ સ્કિમ (એમઇઆઇએસ)ના ફાયદા ઓગસ્ટ ૨૦૧૬ સુધી લંબાવ્યા હતા. આ યોજના ત્યારથી દર ત્રણ મહિને લંબાવવામાં આવી રહી છે, તેના લીધે નિકાસકારને જકાતની ચુકવણી પર થયેલી ખોટ ભરપાઈ કરી આપવા માટે ડ્યૂટી ક્રેડિટ સ્ક્રિપના સ્વરૂપમાં પ્રોત્સાહન આપવામાં આવે છે. આ પ્રોત્સાહન નોટિફાઇડ માર્કેટ્‌સમાં જતાં નોટિફાઇડ ગૂડ્‌ઝના એફઓબી (ફ્રી ફોરેન એક્સ્ચેન્જ) મૂલ્યની ટકાવારીમાં ચૂકવાય છે.અમે સરકારને વિનંતી કરી છે કે તે ડુંગળીના નિકાસકારોને કાયમી ધોરણે આ પ્રકારનો ફાયદો આપતી રહે તથા અન્ય શાકભાજીઓના નિકાસકારોને પણ આ પ્રકારનો ફાયદો આપે.તેમ શાહે જણાવ્યું હતું. વેપારીઓના મતે સારા વરસાદના લીધે ભારતમાં આ વર્ષે પણ ડુંગળીનું બમ્પર ઉત્પાદન થવાની સંભાવના છે.આ ઉપરાંત ચીન, પાકિસ્તાન, હોલેન્ડ અને બીજા ઘણા દેશોમાં પણ ડુંગળીનું ઉત્પાદન સારું એવું થશે. વિશ્વના સ્પર્ધાત્મક બજારમાં અને સ્થાનિક ભાવને ટેકો આપવા માટે અમારા માટે એમઇઆઇએસ યોજના જારી રહે તે આવશ્યક છે, એમ શાહે જણાવ્યું હતું.

Related posts

आधार डेटा की चोरी रोकने के लिए UIDAI ने शुरू की लॉक/अनलॉक की सुविधा

aapnugujarat

પૂર્વ લોકસભા સ્પીકર સોમનાથ ચેટર્જીનું નિધન

aapnugujarat

यमुना एक्सप्रेस वे पर डंपर से टकराई तेज रफ्तार कार एम्स के ३ डॉक्टरों की मौत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1