Aapnu Gujarat
શિક્ષણ

શ્રી ગોવિંદગુરૂ યુનિ.માં સેમેસ્ટર – ૬ની પરીક્ષાનો પ્રારંભ

પંચમહાલ જિલ્લાની ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદ ગુરૂ યુનિ.ની સંલગ્ન કોલેજોની સેમેસ્ટર-૬ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે જેમાં કોવિડ૧૯ની ગાઈડલાઇન અનુસાર પરીક્ષા લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓનું પ્રવેશ માર્ગે જ થર્મલ ગનથી ચેંકીગ હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માસ્ક પહેરીને જ પરીક્ષા આપી રહ્યા હતાં. પરીક્ષા પૂર્વે પરીક્ષા ખંડને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો. પંચમહાલ જીલ્લાના શહેરાના કાકરી ખાતે આવેલી આર્ટસ કોલેજમાં બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ જરૂરી સૂચનાઓનું પાલન કર્યું હતું. બેઠક વ્યવસ્થામાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પૂર્ણપમે ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, યુનિર્વસીટીનું મુખ્ય મથક ગોધરા ખાતે આવેલું છે જેમાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા જીલ્લાની સંલગ્ન કોલેજોનો સમાવેશ થાય છે.


(તસવીર / અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

ધોરણ-૧૦ પેપર તપાસનાર દ્વારા માર્ક મૂકવામાં ભૂલ

aapnugujarat

ફીના દબાણ તેમજ ધમકીને લઇ વાલીઓના ઉગ્ર દેખાવ

aapnugujarat

ફી નિયમનના કાયદાનો હવે ગુજરાતમાં કડકાઇથી અમલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1