Aapnu Gujarat
રાષ્ટ્રીય

નીતિશ દગાબાજ હોવાનો ઇતિહાસ સાક્ષી છે : તેજસ્વી

દગો દેવામાં નીતિશ કુમારનો જોટો જડે એમ નથી એવો ગંભીર આક્ષેપ રાજદના તેજસ્વી યાદવે બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર સામે કર્યો હતો. આ વર્ષની આખરમાં બિહાર વિધાનસભાની ચૂંટણી થવાની છે. એવા સમયે તમામ પક્ષો અને નેતાઓ એકબીજા પર કીચડ ઊછાળી રહ્યા હતા. લાલુ યાદવના પુત્ર અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે કહ્યું હતું કે તમે ઇતિહાસ તપાસો. નીતિશ કુમાર સતત દગાબાજી કરતા રહ્યા હતા.
૨૦૧૫માં નીતિશ કુમારે રાજદ સાથે મળીને વિધાનસભાની ચૂંટણી લડી હતી. રાજદને વધુ બેઠકો મળી હોવા છતાં નીતિશ કુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. સત્તા માટે નીતિશ કુમારે રાજદને દગો આપ્યો. અત્યારે લોજપ સાથે પણ એવું કરી રહ્યા છે. લોજપના નેતા ચિરાગ પાસવાને જાહેરમાં કહ્યું હતું કે નીતિશ કુમાર અમારી અવગણના કરતા હતા અને અમે સ્વતંત્ર રીતે ચૂંટણી લડવા માગીએ છીએ.
તેજસ્વી યાદવે વધુમાં કહ્યું કે પહેલાં નીતિશ કુમારે અમને રાજદને દગો આપ્યો, પછી ભાજપને દગો આપ્યો, જીતન રામ માંઝીને પડતા મૂક્યા અને હવે લોક જનશક્તિ પાર્ટીનો વારો કાઢ્યો છે. એ સતત દગાબાજીમાં કુશળ પુરવાર થતા રહ્યા હતા. નીતિશ કુમારે દગો આપવાની બાબતમાં એક ઇતિહાસ રચ્યો હતો એમ પણ તેજસ્વીએ કહ્યું હતું.
દરમિયાન, નીતિશ કુમારે ડિજિટલ રેલીને સંબોધતાં કહ્યું કે માર્ચમાં કોરોના શરૂ થયો ત્યારથી અમે લોકોને સાવચેત કરતા રહ્યા હતા. લૉકડાઉન દરમિયાન પણ અમે લોકોને સતત મદદ કરતા રહ્યા. અમે કરેલા કામનો પ્રચાર કરતા નથી. લોકો પ્રચાર વધુ કરે છે, કામ ઓછું કરે છે.

Related posts

કાશ્મીર-હિમાચલમાં ભારે હિમવર્ષા વચ્ચે એલર્ટ જારી

aapnugujarat

ઉપેન્દ્ર કુશવાહની એનડીએ સાથે છેડો ફાડવાની ઘોષણા

aapnugujarat

कश्मीर में आजादी से घूम-फिर रहे हैं लोग : आर्मी चीफ जनरल बिपिन रावत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1