Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ટ્રમ્પનું એલાન : અમે ચીનની સાથે વેપાર જ કરવાના નથી

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને ધમકી આપી છે. આ વખતે ટ્રમ્પે કહ્યું છે કે જો ચીન અમેરિકાની શરતો માનશે નહીં તો તે સંપૂર્ણપણે ચીન સાથેનો વેપાર બંધ કરી દેશે. જ્યારે ચીન હજુ પણ અમેરિકન વસ્તુની મોટાપાયે ખરીદી કરનાર દેશમાંથી એક છે. એક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે પહેલાં કહ્યું કે અમે ચીનની સાથે વેપાર જ કરવાના નથી. ત્યારબાદ તેમણે વેપારને તોડવાની વાત કહી. ટ્રમ્પે કહ્યું કે જો ચીને આપણી સાથે યોગ્ય રીતે વ્યવહાર (વ્યાપારિક ખાધની પૂરી ભરપાઇ) ના કર્યો તો હું આમ જ કરીશ.
વાત એમ છે કે ચીન અને અમેરિકા બંને દેશ એકબીજાની સાથે મોટો વેપાર કરે છે પરંતુ તેમાં વ્યાપારિક ખાધ અમેરિકાને ઉઠાવી પડે છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ વ્યાપારિક ખોટની ભરપાઇ ઇચ્છે છે. તેમનું કહેવું છે કે ચીન અમારી પાસેથી એટલો સામાન તો ખરીદે જેટલો અમને આપી રહ્યો છે. જો કે બંને દેશોની વચ્ચે ટ્રેડને લઇ જાન્યુઆરીમાં જ સહમતિ બની ગઇ હતી પરંતુ કોરોના વાયરસ ફેલાયા બાદ ટ્રમ્પે બીજા દોરની વાતચીત અને કરારની પ્રક્રિયાને રોકી દીધી હતી અને ચીની સામાન પર ટેરિફ વધારી દીધી હતી.
અમેરિકાના આ પગલાં બાદ ચીને પણ કેટલાંય પગલાં ઉઠાવ્યા છે, ત્યારબાદ બંને દેશોમાં વ્યાપારિક તણાવ ચરમ પર પહોંચી ગયો છે. આ આખા મામલા પર જૂનમાં અમેરિકાના નાણાંકીય વિભાગના સચિવ સ્ટીવ મ્યૂચિન એ કહ્યું કે અમેરિકા-ચીનની વચ્ચે વ્યાપારિક અલગાવથી અમેરિકન કંપનીઓને ખોટ જશે. કારણ કે ત્યારબાદ અમેરિકન કંપનીઓ ચીની અર્થતંત્રમાં સ્પષ્ટપણે વેપાર કરી શકશે નહીં.

Related posts

કોપનહેગન વિશ્વનું સૌથી સુરક્ષિત શહેર

editor

અલાસ્કામાં 7.8 તીવ્રતાનો ભીષણ ભૂકંપ, સુનામીનું અલર્ટ જાહેર

editor

ઇમરાન હાશ્મી કેન્સર પરની ડોક્યુમેન્ટરી ફિલ્મમાં રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1