Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈઝરાયેલની સાથે શાંતિ કરાર માટે સાઉદીએ શરત રાખી

ઈઝરાયેલ અને સંયુક્ત અરબ અમીરાતની વચ્ચે શાંતિ કરાર બાદ એવી અટકળો લાગી રહી છે કે પશ્ચિમ એશિયાના વધુ કેટલાક દેશો વહેલી તકે આવું કરી શકે છે. ત્યાંજ સાઉદી અરબે ઈઝરાયેલની સાથે સાર્વજનિક સ્તરે સંબંધ સ્થાપિત કરવા માટે શરત રાખી છે.
સાઉદી સરકાર તરફથી જણાવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી ઈઝરાયેલ પેલેસ્ટાઈનની સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર માન્યતા પ્રાપ્ત શાંતિ કરાર પર હસ્તાક્ષર નહીં કરે ત્યાં સુધી તેઓ તેમની સાથે રાજદ્વારી સંબંધિ સ્થાપિત નહીં કરે.
હાલમાં જ એક ઐતિહાસિક કરાર કરતા સંયુક્ત રાષ્ટ્ર અમીરાતે ઈઝરાયેલને માન્યતા પ્રદાન કરી અને તેમની સાથે રાજદ્વારી સંબંધ પણ સ્થાપિત કર્યા.ઈઝરાયેલ અને સાઉદીની વચ્ચે હાલના કેટલાક વર્ષોમાં દ્વિપક્ષીય સંબંધ સારા થયા છે. સાઉદી અરબ અને ઈઝરાયેલ બંને દેશો ઈરાનના પરમાણુ હથિયાર બનાવવાનો વિરોધ કરે છે. આ ઉપરાંત બંને દેશ યમન, સીરિયા, ઈરાક અને લેબનાનમાં ઈરાનની આકાંક્ષાઓને લઈને ચિંતિત છે.

Related posts

અમેરિકા પાસે ૯/૧૧ના હુમલા અંગે કોઈ પુરાવો નથી : તાલિબાન

editor

અમેરિકાના પ્રતિબંધો વચ્ચે ઈરાને પરમાણુ સમજૂતીથી કિનારો કર્યો

aapnugujarat

भारतीय मूल के डॉ. रितेश टंडन को नासा ने किया सम्मानित

aapnugujarat

Leave a Comment

UA-96247877-1