Aapnu Gujarat
રાષ્ટ્રીય

માત્ર મધ્યપ્રદેશના યુવાનોને સરકારી નોકરી મળે તેવો કાયદો લાવીશું : શિવરાજસિંહ

મધ્યપ્રદેશ સરકારની તમામ નોકરીઓ હવે મધ્યપ્રદેશના જ રહેવાસી લોકો માટે જ આરક્ષિત રહેશે. આ જાહેરાત મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કરી છે. તેઓએ જણાવ્યું કે, “એ માટે જરૂરી કાયદાકીય ફેરફાર ટૂંક સમયમાં જ રજૂ કરવામાં આવશે.
શિવરાજસિંહ ચૌહાણએ કહ્યું કે, “મારા પ્રિય દેશવાસીઓ, આપણાં દીકરાં-દીકરીઓને ધ્યાનમાં રાખી અમે એક મહત્વનો નિર્ણય કર્યો છે કે મધ્યપ્રદેશમાં સરકારી નોકરીઓ હવે માત્ર મધ્યપ્રદેશનાં દીકરાં-દીકરીઓને જ અપાશે. એટલાં માટે ફરજિયાત કાયદાકીય જોગવાઇ લાવવામાં આવી રહી છે. પ્રદેશનાં સંસાધનો પર પ્રદેશનાં બાળકોનો જ અધિકાર છે.”
નોંધનીય છે કે રાજ્યની ૨૭ વિધાનસભા સીટો પર પેટાચૂંટણી યોજાવાની છે. વિધાનસભા પેટાચૂંટણી પહેલાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણ અનેક પ્રજાવાદી જાહેરાત કરી ચૂકેલ છે. આ પહેલાં પણ સીએમ શિવરાજ સિંહએ જાહેરાત કરી હતી કે, “આદિવાસીઓને શાહુકારોનાં જાળમાંથી બચાવવા માટે અમે નવો કાયદો લાવી રહ્યાં છીએ.
તમને જણાવી દઇએ કે આ પહેલાં કમલનાથ સરકારે ઉદ્યોગોમાં ૭૦ ટકા રોજગાર સ્થાનીય રહેવાસીઓને જ આપવાનો નિર્ણય કર્યો હતો.” કમલનાથ સરકારનાં નિર્ણય અનુસાર, રાજ્યમાં રહેલા ઉદ્યોગોમાં ૭૦ ટકા સ્થાનીય એટલે કે મધ્યપ્રદેશનાં મૂળ રહેવાસી હોવું ફરજિયાત કરી દેવાયું હતું. આ અંતર્ગત સરકારી યોજનાઓ, ટેક્સમાં છૂટનો લાભ ઉદ્યોગપતિ ત્યારે જ ઉઠાવી શકશે કે જ્યારે તેઓ ૭૦ ટકા રોજગાર મધ્યપ્રદેશનાં લોકોને આપશે.
શિવરાજ સિંહએ મંગળવારનાં રોજ વીડિયો કોન્ફરન્સિંગને આધારે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં તેઓએ ૧૫ ઓગસ્ટ ૨૦૨૦નાં પોતાના સંબોધનમાં કરવામાં આવેલી જાહેરાતોના અમલને લઇને આવશ્યક નિર્દેશ આપ્યાં.

Related posts

PMC Bank Scam : One more account holder died

aapnugujarat

RSS chief, Speaker, CMs and Union ministers to participate in Gita Prerna Mahotsav in Delhi

aapnugujarat

बढ़ेंगी रेलगाड़ियों में रोजाना चार लाख आरक्षित सीटें

aapnugujarat

Leave a Comment

UA-96247877-1