Aapnu Gujarat
બિઝનેસ

મુકેશ અંબાણી ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર,મિલ્ક બાસ્કેટને ખરીદે તેવી શક્યતા

રિલાયન્સ ઈન્ડસ્ટ્રી આવનારા સમયમાં ફર્નીચર બ્રાન્ડ અરબન લેડર અને મિલ્ક બાસ્કેટને ખરીદી શકે છે. અત્યારે કંપની આ અંગે વાતચીત કરી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની પોતાના ઈ-કોમર્સ પ્લેટફોર્મને મજબૂત કરવા માંગે છે. આ વાત એ સમયે સામે આવી છે જ્યારે કંપની ઈ ફાર્મસી સ્ટાર્ટઅપ નેટમેટડ્‌સ અને લોન્જરી રિટેલર જિવામીને ખરીદવાના પ્રયત્નોમાં છે. ઉલ્લેખની છે કે, થોડા સમય પહેલા જ કંપનીએ ફ્યૂચર રિટેલને ખરીદી છે.
આ મામલે સંબંધિત ૪ લોકોના જણાવ્યા અનુસાર, અરબન લેડર સાથેની ડીલ અંગે વાતચીત છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહી છે, જે હવે એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઈ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે, ડીલ અત્યા સુધી ફાઈનલ નથી થઈ અને આના પર ચર્ચા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે, અર્બન લેડર સાથે આ ડીલ લગભગ ૩ કરોડ ડોલર એટલે કે ૨૨૫ કરોડ રૂપિયામાં થઈ શકે છે.
જો મિલ્કબાસ્કેટની વાત કરીએ તો, પહેલા બિગબાસ્કેટ અને એમેઝોન ઇન્ડિયા સાથે વાતચીત ચાલી રહી હતી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ સોદો થઈ શક્યો નથી. દરમિયાન, કોરોના યુગમાં દૂધ, ઇંડા, બ્રેડ વગેરે જેવી રોજિંદા વસ્તુઓની માંગમાં વધારો થયો હોવાથી બેંગ્લોર સ્થિત કંપની બિગબેસ્કેટમાં પણ ડેઇલી નીન્જાનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું. મિલ્કબાસ્કેટ ખૂબ ઓછું માર્જિન લઈ રહી છે, કેમ કે દૂધ ખૂબ મહત્વની વસ્તુ છે. ઓર્ડર દીઠ તેમનો નફો વધારવા માટે કંપનીઓ હાલમાં દૂધની સાથે અન્ય ઉત્પાદનોનું પણ વિતરણ કરી રહી છે. જો કે, રિલાયન્સ સાથેની આ ડીલ બાબતે અરબન લેડર કે મિલ્ક બાસ્કેટ દ્રારા હજી સુધી કોઈ વાત બહાર પાડવામાં આવી નથી.

Related posts

Gold price rises to 40,120 rupees per 10 grams

aapnugujarat

ક્રૂડ ઓઇલ કિંમત વધશે તો અર્થતંત્ર સામે અનેક પડકારો

aapnugujarat

31 जुलाई काे मुंबई से हांगकांग की उड़ान भरेगी स्पाइसजेट

aapnugujarat

Leave a Comment

UA-96247877-1