Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર પાણી પાણી

પાવીજેતપુર તાલુકામાં છેલ્લાં ૨૪ કલાક દરમિયાન ૫ ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી,નાળા, કોતરોમાં પાણી આવી જતા ખેડૂતોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી છે. સુખી ડેમનું લેવલ ૧૪૩.૪૫ થવા પામ્યું છે. છેલ્લાં કેટલાંય સમયથી પાવીજેતપુર પંથકમાં ધીમો ધીમો વરસાદ પડ્યો છે. પાવીજેતપુર તાલુકામાં ૧૦૭૪ મીલીમીટર જેટલો વાર્ષિક વરસાદ એવરેજ પડતો હોય છે પણ હાલ ૫૦૨ એમએમ વરસાદ પડતા ૪૬.૭૬ ટકા જેટલો વરસાદ થઇ જવા પામ્યો છે. વરસાદનું પ્રમાણ સારું રહેતા ઓરસંગ નદીમાં પાણી આવી ગયું છે. મેઘો મન મૂકી વરસતા ડાંગર, મકાઇ, કપાસનો પાક સારા થવાની આશા કિસાનોને બંધાઈ છે. સુખી ડેમ વિસ્તારમાં ૫ ઇંચ કરતાં પણ વધુ વરસાદ પડયો છે, આગળનો ૩૫૬ મીલીમીટર મળી કુલ ૪૬૫ મીલીમીટર જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. સુખી ડેમ વિસ્તારમાં વરસાદ નું પ્રમાણ સારું રહેતા સુખી ડેમનું લેવલ હાલ ૧૪૩.૪૫ મીટર થઇ જવા પામ્યુ છે જ્યારે હાલનું લેવલ ૧૪૬.૭૩ મીટર હોવું જોઇએ તેથી ૩.૨૮ મીટર જેટલું લેવલ ઓછું રહ્યું છે. ડેમ વિસ્તારમાં વરસાદ નું પ્રમાણ વધુ રહેતાં ગઢ, ભીખાપુરા વિસ્તારના છલિયા તેમજ નીચાણવાળા નાળાઓ ઉપરથી સરપંચો દ્વારા જનતાને નહીં ઊતરવાની સૂચનાઓ આપવામાં આવી હતી. પાવીજેતપુર નગરની પી.ડબલ્યુ.ડી. ની કચેરીમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

સુરતમાં કોલેજની વિદ્યાર્થિનીએ ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો

aapnugujarat

नवावाडज क्षेत्र में कार की चपेट में आने से महिला की मौत

aapnugujarat

ભાજપના ૪૮ હજાર કાર્યકર દરેક બુથમાં જવા માટે તૈયાર : ભરત પંડ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1