Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અફઘાનિસ્તાનનાં હેરાત પ્રાંતમાં તાલિબાની હુમલોઃ ૧૦ જવાન શહીદ

અફઘાનિસ્તાનમાં હેરાત પ્રાંતમાં મોડી રાત્રે સલમા ડેમ ઉપર તાલિબાને ભીષણ હુમલો કર્યો છે જેમાં ૧૦ પોલીસ જવાનો શહીદ થયા છે. સલમા ડેમ ભારતના સહકારથી તૈયાર કરવામાં આવ્યો છે. જેનું ઉદ્‌ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે જૂન મહિનામાં કર્યું હતું. આ હુમલામાં ચાર ત્રાસવાદીઓ પણ માર્યા ગયા છે. સ્થાનિક મિડિયાના જણાવ્યા મુજબ તાલિબાની ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ૧૦ પોલીસ જવાનો શહીદ થયા છે. ચાર ગંભીરરીતે ઘાયલ થયા છે. તાલિબાની ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલામાં ૧૦ પોલીસ જવાન શહીદ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. તાલિબાની ત્રાસવાદીઓ હૈરાત પ્રાંતના ચશ્મા જિલ્લાની એક તપાસ ચોકીને ટાર્ગેટ બનાવી દીધા બાદ સલમા બંધને ટાર્ગેટ બનાવીને હુમલો કર્યો હતો. પોલીસના કહેવા મુજબ ત્રાસવાદી ચેક પોસ્ટ ઉપર હુમલો કર્યા બાદ સુરક્ષા દળોના હથિયારો લઇને ફરાર થઇ ગયા હતા. બંને તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ચાર ત્રાસવાદીઓ પણ માર્યા ગયા હતા. તાલિબાન દ્વારા આ હુમલાની જવાબદારી હજુ સુધી સ્વીકારવામાં આવી નથી. સલમા બંધને ભારત અને અફઘાનિસ્તાનની મિત્રતાના બંધ તરીકે પણ ગણવામાં આવે છે. મોદીએ ગયા વર્ષે અફઘાનિસ્તાનના પ્રમુખ અશરફ ગનીની સાથે મળીને આ બંધનું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું. સલમા બંધને તૈયાર કરવામાં ભારતીય નિષ્ણાતોની મદદ લેવામાં આવી હતી. સલમા બંધનું નામ બદલીને મોડેથી ભારત-અફઘાનિસ્તાન મિત્રતા બંધ કરી દેવામાં આવ્યું હતું. અફઘાનિસ્તાનમાં છેલ્લા ઘણા સમયથી રક્તપાતનો દોર રહ્યો છે. જેના કારણે અફઘાનિસ્તાનમાં વિકાસની ગતિ બિલકુલ ધીમી પડી છે. સાથે સાથે બેરોજગારીનો આંકડો રેકોર્ડ ગતિએ વધી ગયો છે. અફઘાનિસ્તાન રક્તપાતમાં રહેતા રોકાણ પણ ઉલ્લેખનીય રીતે ઘટી ગયું છે.

Related posts

ट्रंप ने चीन पर लगाया १० अरब डॉलर का टैरिफ

aapnugujarat

पनामा पेपर्सः जांच दल के सामने पेश हुए पाक के पीएम

aapnugujarat

जिब्राल्टर से छूटकर भारतीय चालक दल के साथ ईरानी टैंकर रवाना

aapnugujarat

Leave a Comment

UA-96247877-1