Aapnu Gujarat
તાજા સમાચારબિઝનેસ

ખેડૂતોની કર્જમાફીના કારણે મૂડીઝ જેવી એજન્સીઓ ઘટાડી રહી છે ભારતનું રેટિંગ

મૂડીઝ જેવી એજન્સીઓ દ્વારા ભારતનું રેટિંગ નહીં વધારવાને લઈને કેન્દ્ર સરકારે ગંભીર સવાલો ઉભા કર્યા છે. જો કે વિશેષજ્ઞો આની પાછળ કેટલાક કારણો પણ ગણાવી રહ્યાં છે.વિશેષજ્ઞો પ્રમાણે દેશના ઘણાં રાજ્ય સતત ખેડૂતોની કર્જમાફી કરવામાં લાગેલા છે. પાકની વધતી પડતર અને ઉત્પાદનોની ઘટતી કિંમતોને કારણે સંકટમાં ઘેરાયેલા ખેડૂતોને ઉગારવા માટે રાજ્ય સરકારો આમ કરી રહી છે. પરંતુ દેશેના રેટિંગ પર તેની અસર પડી રહી છે.સીએસએલએ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ મુજબ આ પ્રકારની કર્જમાફી એક પ્રકારે રાજકીય હથિયાર છે. આગામી પાંચ વર્ષોમાં લગભગ એક ડઝન રાજ્ય સરકારો તરફથી ત્રીસ અબજ ડોલર સુધીના લોનની માફી કરવાનો નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ એસબીઆઈ ફંડ્‌સ મેનેજમેન્ટના અધ્યક્ષ રાજીવ રાધાકૃષ્ણને કહ્યું છે કે એ જરૂરી નથી કે સારી રાજનીતિ ભવિષ્ય માટે સારું અર્થશાસ્ત્ર પણ સાબિત થાય. તેમણે ક્હ્યું છે કે સરકારની મહેસૂલી ખાદ્ય વધુ રહેવાને કારણે પણ ઘણીવાર રેટિંગ વધી શકતું નથી.હવે રાજ્ય જે પ્રકારે કર્જમાફી અભિયાનમાં લાગે છે. તેનાથી આર્થિક પ્રબંધન વધુ ખરાબ થશે. સરકારી આર્થિક પ્રબંધન બગડશે તો રેટિંગ એજન્સીઓ એલાર્મ બેલ વગાડી શકે છે. રેટિંગ એજન્સીઓ પહેલા જ ભારતના વધારે કર્જને ચિંતાજનક ગણાવી ચુકી છે.

Related posts

ભાજપ અને જેડીયુ વચ્ચે સીટને લઇ સમજૂતિ થઇ

aapnugujarat

सैमसंग के उत्तराधिकारी को ५ साल की जेल हुई

aapnugujarat

India was never be a ‘Hindu’ nation and never will be : Owaisi

aapnugujarat

Leave a Comment

UA-96247877-1