Aapnu Gujarat
મનોરંજન

સેક્સી મલાયકા એપ મારફતે ફિટનેસના રાઝ ખોલશે

બોલિવુડની સૌથી ફિટ અને સેક્સી સ્ટાર પૈકીની એક મલાયકા અરોરા ટુંક સમયમાં જ હવે એક ફિટનેસ એપ લોંચ કરનાર છે. આ એપ મારફતે મલાઇકા ફિટનેસના રાઝ ખોલશે. મલાયકા ફિટનેસને લઇને હંમેશા ખુબ સાવધાન રહે છે જેના ભાગરૂપે તેની ઇચ્છા હવે એક ફિટનેસ એપ લોંચ કરવાની છે. આ એપમાં મલાઇકાના ડેલી વર્કઆઉટ, યોગાસન અને તેના ડાઇટ પ્લાનનો ઉલ્લેખ રહેશે. આ એપને તે તમામ લોકો સાથે શેયર કરનાર છે. મલાયકાની નજીક રહેલા સુત્રોએ કહ્યુ છે કે ફિટ રહેવાની બાબત મલાઇકા માટ ધુન અથવા તો ટ્રેન્ડના બદલે લાઇફ જીવવાના એક તરીકા તરીકે છે. મલાયકા અરોરાના ઈન્સટાગ્રામ પેજ પર તમામ માહિતી આપવામાં આવી રહી છે. આ પેજ પર તે કેટલી ગંભીર છે તે અંગે માહિતી આપવામાં આવનાર છે. મલાયકા અરોરા પોતાના વર્કઆઉટ અને ન્યુટ્રિશન માટે કેટલી ગંભીર છે તે અંગે માહિતી પણ આપશે. મલાયકા માને છે કે પોતાના ભોજનની માહિતી રાખવી ખુબ જરૂરી છે. મલાયકા અરોરાનું કહેવુ છે કે તમામ ચીજ વસ્તુ ખાવી જોઇએ. કોઇ ચીજથી પોતાને વંચિત રાખવી જોઇએ નહી. મલાયકા ડાઇટિંગ કરવાના બદલે સંયમિત થઇને ભોજન કરે છે. મલાયકાના એપ અંગે માહિતી આપતા સુત્રોએ કહ્યુ છે કે મલાયકા યોગાઅભ્યાસ, ડાન્સ, વેટ ટ્રેનિંગ તમામ કરે છે. તે બુટ કેમ્પમાં પણ ભાગ લેવા જાય છે જેથી ફિટનેસ પર વાત કરવાના મામલે મલાઇકા કરતા અન્ય કોઇ આદર્શ હોઇ શકે નહી. શિલ્પા શેટ્ટી અને બિપાશા બાસુ દ્વારા લખવામાં આવેલા પુસ્તક અને ડીવીડી મલાઇકાને એક્સાઇટ કરતી નથી.

Related posts

विवेक ओबेरॉय फिल्म ‘पीएम नरेन्द्र मोदी’ को लेकर सुर्खियों में

aapnugujarat

કંગના રનોતને અનુપમ ખેરે ગણાવી રોકસ્ટાર

aapnugujarat

રજનીકાંત, અક્ષયની‘૨.૦’ના વીડિયોને કલાકોમાં ૨૪ લાખથી વધારે વ્યુ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1