Aapnu Gujarat
રાષ્ટ્રીય

પબજીનું વળગણ : ગેમ હારી જતાં ધો.૭ના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા

પબજીનું વળગણ યુવાધનને કેટલી હદે જવા પર મજબૂર કરી દે છે તેનો ચોંકવાનારો કિસ્સો સામે આવ્યો છે. ૧૩ વર્ષના પોલીસ પુત્ર ઓનલાઈન પબજી મોબાઈલ ગેમમાં હારી જતા તેણે જીવન ટૂંકાવી લીધું હતું. મહારાષ્ટ્રના નાગપુરમાં બનેલી આ હ્રદયદ્રાવક ઘટનાની વિગતો એવી છે કે, ધો. ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ પોતાના જ ઘરે બારીના સળિયામાં દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઈ લીધો હતો. આત્મહત્યા પાછળનું કારણ પબજી મોબાઈલમાં મળેલી હાર હોવાનું જણાયું હતું.તરૂણ દિવસમાં ખાસ્સો સમય સુધી પબજી મોબાઈલ ગેમ રમતો હતો અને તે પબજી ગેમમાં મળતી હારથી હતાશ થઈ જતો હતો. આત્મહત્યા કરનાર વિદ્યાર્થીના પિતા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. આ ઘટનામાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.
પ્લેયર્સઅનનોન’સ બેટલગ્રાઉન્ડ જે પબજી તરીકે વધુ પ્રચલિત છે તે એક ઓનલાઈન કોમ્બેટ ગેમ છે જેમાં પ્લેયર તેના મિત્રો સાથે મળીને અન્ય ટીમને હરાવવા માટે લડે છે. આ ગેમથી ભૂતકાળમાં અનેક યુવાનો હતાશા અને નકારાત્મકતા તરફ ધકેલાયા હોવાની ઘટના પણ સામે આવી હતી. યુવા માનસ ગુનાખોરી તરફ ધકેલવા માટે આ ગેમ વધુ જવાબદાર છે તેમ તાજેતરમાં ઈસરોના પૂર્વ ચેરમેન જી માધવન નાયરે પણ જણાવ્યું હતું.નાગપુર ખાતે પોલીસપુત્રએ ઓનલાઈન ગેમ પબજીમાં મળેલી હારને કારણ હતાશ થઈ ગળાફાંસો ખાઈને જીવનનો અંત આણ્યો હતો. યુવક ધો.૭માં અભ્યાસ કરતો હતો અને તે મોટાભાગના સમયે પબજી રમતો હોવાનું તેના ઘરના લોકોએ જણાવ્યું હતું.

Related posts

સોપિયનમાં ત્રણ આતંકવાદી ઠાર

aapnugujarat

किसान मानधन योजना 12 सितंबर को होगी लांच

aapnugujarat

बच्ची के परिवार के साथ यूपी सरकार और उसकी पुलिस का व्यवहार मुझे स्वीकार नहीं : राहुल गांधी

editor

Leave a Comment

UA-96247877-1