Aapnu Gujarat
બિઝનેસ

વર્ષ 2015-16થી 2019-20ના આઇટીઆર વેરિફિકેશન માટેનો સમય 30 સપ્ટેમ્બર સુધી લંબાવાયો

જેમણે વર્ષ 2015-16થી 2019-20સુધી ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરેલા ટેક્સ રિટર્નનું વેરિફિકેશન કરાવ્યું નથી તેમના માટે ઇન્કમટેક્સ વિભાગે છૂટ આપી છે.વિભાગે 30 સપ્ટેમ્બર, 2020 સુધીમાં વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવાનું કહ્યું છે. જો કોઈ કરદાતા ડિજિટલ સહી વિના ઇલેક્ટ્રોનિક રીતે આવકવેરાનું રિટર્ન ભરે છે, તો તેને ‘વન ટાઈપ પાસવર્ડ’ અથવા ઇ-ફાઇલિંગ એકાઉન્ટ પર નેટ બેન્કિંગ અથવા ઇલેક્ટ્રોનિક વેરિફિકેશન કોડ (ઇવીસી) અથવા આઇટીઆર -5 ફોર્મ પર સહી કરીને તેને સીપીસી બેંગ્લોર મોકલવાની રહેશે. આઈટીઆર અપલોડ કર્યાના 120 દિવસની અંદર તેણે આ બધું કરવું પડશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (સીબીડીટી) એ એક આદેશમાં જણાવ્યું છે કે મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિકલી ભરેલા આઇટીઆર (ટેક્સ રિટર્ન) હજી બાકી છે. આનું કારણ કરદાતાઓ દ્વારા આઇટીઆર -5 (ચકાસણી) ફોર્મ ‘સેન્ટ્રલાઇઝ્ડ પ્રોસેસીંગ સેન્ટર (સીપીસી) બેંગાલુરુ’ ને ન મોકલવું છે.આદેશ મુજબ ITR-5 સમયસર રજૂ નહીં કરવાથી રિટર્નને ‘ભરાયેલું નથી’ તેમ અથવા અમાન્ય જાહેર કરવામાં આવશે.આ સાથે સંબંધિત ફરિયાદોના નિરાકરણના હેતુથી સીબીટીડીએ વર્ષ 2015-16, 2016-17, 2018-19 અને 2019-20 માટે ઇલેક્ટ્રોનિકલી ફાઇલ કરેલી ટેક્સના વેરિફિકેશનને મંજૂરી આપી છે.

આ અંતર્ગત કા તો આઇટી -5 ફોર્મ પર હસ્તાક્ષર કરીને સી.પી.સી. બેંગ્લોરને મોકલવા પડશે અથવા તો તેનું ઇવીસી / ઓટીપી દ્વારા વેરિફિકેશન કરી શકાય છે.આ પ્રકારનું વેરિફિકેશન 30 સપ્ટેમ્બર 2020 સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે. જો કે, બોર્ડે સ્પષ્ટ કર્યું કે આ મુક્તિ એવા કિસ્સાઓમાં લાગુ થશે નહીં કે જેમાં આવકવેરા વિભાગે કાયદા હેઠળ રિટર્ન ભર્યું નથી તેવું જાહેર કર્યા પછી સંબંધિત કરદાતાઓએ રિટર્ન ભરવાનું નક્કી કરતું હોય અને કઈ પગલા લીધા હોય. નાગીયા એન્ડ કંપની એલએલપી ના ભાગીદાર કુમારે જણાવ્યું હતું કે, ઘણા કિસ્સાઓમાં વેરિફિકેશન પ્રક્રિયાના અભાવને કારણે આઇટીઆર અમાન્ય કરવામાં આવે છે. પરિણામે, જો ટેક્સ રિફંડ કરવામાં આવે છે અથવા દાવો કરવામાં આવે છે, તો તે અટકી પણ જાય છે. કુમારે કહ્યું, ‘આ હુકમ દ્વારા સરકારે કરદાતાઓને અગાઉના રિટર્નના વેરિફિકેશન માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો નથી, પરંતુ 31 ડિસેમ્બર, 2020 સુધી તેને પૂરું કરવાની મંજૂરી પણ આપી દીધી છે. આનાથી એ કરદાતાઓને લાભ થશે જે, કેટલાક કારણોસર, અગાઉ આઇટીઆરનું વેરિફિકેશન કરી શક્યા નથી. ”

Related posts

વર્ષ ૨૦૧૮માં રોજગારીની વર્ષા થશે

aapnugujarat

હલવા વિતરણ પ્રક્રિયા સાથે બજેટ દસ્તાવેજોનું પ્રકાશન શરૂ

aapnugujarat

પશ્ચિમ બંગાળમાં ૫૦ અબજ રૂપિયા રોકવા મુકેશ અંબાણીની જાહેરાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1