Aapnu Gujarat
મનોરંજન

વિદ્યા બાલનની ફિલ્મ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ

વિદ્યા બાલનની ફિલ્મ ‘શકુંતલા દેવી’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. વિદ્યા બાલને આ ફિલ્મમાં શકુંતલા દેવીનો રોલ પ્લે કર્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ડિજિટલ પ્લેટફોર્મ એમેઝોન પર 31 જુલાઈએ સ્ટ્રીમ થશે.

ફિલ્મના ટ્રેલરમાં વિદ્યા બાલન પોતાના બેસ્ટ ફ્રેન્ડ તરીકે ગણિતને ઈન્ટ્રોડ્યૂસ કરે છે. તે ગણિતને લઈ એમ કહે છે કે આમાં કોઈ નિયમ નથી, ખાલી જાદુ છે. ફિલ્મમાં શકુંતલા દેવીની નાનપણની પણ સફર બતાવવામાં આવી છે. શકુંતલા દેવી લંડન જાય છે અને અહીંયા ગિનિસ બુક ઓફ વર્લ્ડમાં પોતાનું નામ નોંધાવે છે. ટ્રેલરમાં શકુંતલા દેવીનાં અંગત જીવનની પણ વાત કરવામાં આવી છે. પતિથી અલગ થયા બાદ ગણિત તથા દીકરીના ઉછેર વચ્ચે શકુંતલા દેવીના સંઘર્ષની વાત પણ ટ્રેલર કરવામાં આવી છે.

આ ફિલ્મમાં સાન્યા મલ્હોત્રા શકુંતલા દેવીની દીકરી અનુપમા બેનર્જીના રોલમાં છે. અને ફિલ્મમાં અમિત સાધ શકુંતલા દેવીના જમાઈ અજયના રોલમાં છે. આ બાયોપિકને અનુ મેનને ડિરેક્ટ કરી છે. આ પહેલાં અનુ મેનને ‘એમેઝોન પ્રાઈમ’ પરની ‘ફોર મોર શોટ્સ પ્લીઝ’ વેબ સીરિઝ ડિરેક્ટ કરી હતી. શકુંતલા દેવી વિશે વાત કરીએ તો, તેઓ રાઇટર અને મેન્ટલ કેલ્ક્યુલેટર હતાં. 1982ના ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસ એડિશનમાં તેમણે પોતાની ઝડપી ગણતરીની આવડતથી નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત તેઓ એસ્ટ્રોલોજર અને નોવેલિસ્ટ પણ હતાં.

તેમની પહેલી બુક ‘ધ વર્લ્ડ ઓફ હોમોસેક્સ્યુઅલ’ને ભારતમાં હોમોસેક્સ્યુઆલિટીની પહેલી સ્ટડી તરીકે ગણવામાં આવે છે. ચાર નવેમ્બર, 1929ના રોજ બેંગલુરુમાં જન્મેલા શકંતુલા દેવીનું નિધન 21 એપ્રિલ, 2013ના રોજ થયું હતું. અમેરિકાના ટેક્સાસમાં આવેલી સધર્ન મેથોડિસ્ટ યુનિવર્સિટીમાં તેમણે 201 આંકડાની સંખ્યાનું 23મું મૂળ માત્ર 50 સેકન્ડમાં જ આપી દીધું હતું. તેમના આ જવાબની ચકાસણી કરવા માટે સ્પેશિયલ કમ્પ્યુટર રાખવામાં આવ્યું હતું, જેમાં મોટા આંકડાની ગણતરી કરી શકે તેવો પ્રોગ્રામ ફિટ કરવામાં આવ્યો હતો. લંડનની ઇમ્પિરિયલ કોલેજના કમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ દ્વારા રેન્ડમલી અપાયેલા 13 આંકડાની રકમનો 13 આંકડાની બીજી રકમ સાથે ચપટી વગાડતાંમાં ગુણાકાર કરીને શકુંતલા દેવીએ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે કમ્પ્યુટર કરતાં પણ વધુ ઝડપથી માત્ર 28 સેકન્ડમાં જ ગુણાકારનો સાચો જવાબ આપ્યો હતો. અને લોકો તેમને હ્યુમન કમ્પ્યુટર તરીકે ઓળખવા લાગ્યા.

Related posts

कास्टिंग के लिए सारा ने मुझे मेसेज कर-कर पका दिया था : रोहित शेट्टी

aapnugujarat

અનલોક બાદ ફરીથી કામ શરૂ કરનાર સૌથી પહેલી એક્ટ્રેસ વાણી કપૂર

editor

૩ લાખ લોકોને રોજગારી આપીશ : સોનુ

editor

Leave a Comment

UA-96247877-1