Aapnu Gujarat
મનોરંજન

બાળકોની નવી પસંદ મણિકર્ણિકા ડોલ, કંગના રનૌતની ટીમે સોશિયલ મીડિયા પર શેર કર્યો ફોટો

કંગના રનૌતની ટીમે મણિકર્ણિકા ડોલનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ડોલ થોડા જ સમયમાં બાળકોમાં ઘણી લોકપ્રિય થઇ રહી છે. કંગનાની ટીમે 2019માં આવેલ ફિલ્મ મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસીમાં કંગનાએ પ્લે કરેલ રોલને આધારે ડિઝાઇન કરેલ ઢીંગલીનો ફોટો શેર કર્યો છે જે સાડી અને ઘરેણાંથી સજ્જ છે.

ફોટો ટ્વિટર પર શેર કરી ટીમે લખ્યું હતું કે, મણિકર્ણિકા ડોલ બાળકોની નવી પસંદ છે. આ સારી વાત છે કે જ્યારે બાળકો આપણા હીરો વિશે જાણતા મોટા થાય છે અને દેશભક્તિ અને બહાદુરીથી પ્રેરિત થાય છે.

ઉલ્લેખનીય છે કે, કંગનાની મણિકર્ણિકા ફિલ્મ 25 જાન્યુઆરી, 2019માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ કંગનાએ જ પ્રોડ્યુસ કરી હતી. અને તે બોક્સઓફિસ પર હિટ સાબિત થઇ હતી. આ ફિલ્મના નામ પરથી જ કંગનાએ તેના પ્રોડક્શન હાઉસનું નામ પણ મણિકર્ણિકા ફિલ્મ્સ રાખ્યું છે.

હાલ કોરોના મહામારી અને લોકડાઉનને પગલે બોલિવુડ ઇન્ડસ્ટ્રી બંધ છે અને કંગના હાલ તો શૂટિંગ બંધ હોવાના કારણે મનાલીમાં પરિવાર સાથે સમય વિતાવી રહી છે. તેની અપકમિંગ ફિલ્મ થલાઈવી છે જે તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી જયલલિતાની બાયોપિક છે. આ સિવાય તે ધાકડ અને તેજસ જેવી ફિલ્મોમાં પણ દેખાશે.

Related posts

કેટી પેરી સોશિયલ મિડિયા પર સૌથી લોકપ્રિય

aapnugujarat

અક્ષયનો “ગોરખા” નો ફર્સ્ટ લૂક ચર્ચામાં…

editor

प्रमोशन से बचने के लिए बीमार होने का नाटक करता हूं : टाइगर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1