Aapnu Gujarat
મનોરંજન

સુશાંતે અંકિતાને લઇને કહેલી વાતનો વીડિયો થયો વાયરલ

ટીવી અને બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછીથી તેની જૂની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પરવાયરલ થઇ રહ્યા છે. અભિનેતાના નિધનથી માત્ર બોલિવૂડ જ નહીં પરંતુ સૌ કોઇ આઘાતમાં છે. આ દરમિયાન અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અને તેની સહ-અભિનેતા અંકિતા લોખંડે પણ ખૂબ આઘાતમાં છે.

આ વીડિયોમાં જોવાય છે કે, સુશાંત અંકિતાને કેટલો પ્રેમ કરે છે. તે તેના સંબંધ પર સમજદારીથી વાત કરતો નજરે પડી રહ્યો છે. તે અંકિતાની સાથે સંબંધ પર વાત કરતા એક શાયરીથી શરૂઆત કરે છે. સુશાંત કહે છે કે, મોહબત્ત મેં નહીં હે ફર્ક જીને ઓર મરનેકા, ઉસી કો દેખકર જીતે હે જીસ પર કાફિર પર દમ નિકલે… અંકિતા તેને ખૂબ પ્રેમ કરતી આવી છે અને તે મારી સાથે રહેવા માટે ખૂબ ઉત્સાહિત રહે છે. તો હું ક્યારેય ચાન્સ લેવા નથી માંગતો. તે ખૂબ સુંદર છે અને હું તેને પ્રેમ કરું છું. તેની સાથે રહેવા માંગુ છું.

આ વીડિયોમાં સુશાંતે વધુમાં કહ્યું – ‘તમે સંબંધ તોડવા માટે દરરોજ કોઈ બહાનું લાવી શકો છો, પરંતુ જો તમે સંબંધ જાળવવા માંગતા હો, તો તમે તેના માટે પ્રયત્ન કરી શકો છો. હું તેના વિના

જીવી શકતો નથી, તેથી જ હું ઘણી વખત ઇમોશનલ રહું છું. હું ઇનસિક્યોર રહેવા માંગું છું., મારે તેની સાથે રહેવું છે ‘… સુશાંતના શબ્દોથી સ્પષ્ટ થાય છે કે તે અંકિતાને કેટલી હદે પ્રેમ કરતો હતો.

Related posts

सलमान के बाद रितिक के साथ काम करेंगी दिशा पाटनी

aapnugujarat

पॉलिटिक्स में जाने से पहले वैराग्य हासिल करना चाहिए : कंगना

aapnugujarat

દીપિકા પાદુકોણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જયુરી બનશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1