Aapnu Gujarat
રાષ્ટ્રીય

ખાનગી કંપનીઓ માટે ડિફેન્સ શિપિંગનાં દ્વાર ખૂલશે

ડિફેન્સ શિપિંગમાં સરકારની ઇજારાશાહીનો ટૂંક સમયમાં અંત આવવાની શક્યતા છે. સરકાર આ સેક્ટરની ક્ષમતા અસરકારક બનાવવા માટે ખાનગી સેક્ટરને પ્રવેશ આપવા માંગે છે.અત્યારે જાહેર ક્ષેત્રના શિપયાડ્‌ર્સને નોમિનેશન ધોરણે ડિફેન્સ શિપિંગ કોન્ટ્રાક્ટ મળી જાય છે, પણ નવા નિયમ અમલી થયા બાદ તેમણે ખાનગી કંપનીઓ સામે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયામાં ઊતરવું પડશે. આ હિલચાલથી રિલાયન્સ ડિફેન્સ, એલ એન્ડ ટી શિપબિલ્ડિંગ જેવી ખાનગી કંપનીઓને અબજો રૂપિયાના કોન્ટ્રાક્ટ્‌સ મેળવવાની તક મળશે.સરકાર ’મેક ઇન ઇન્ડિયા’ કેમ્પેઇનના ભાગરૂપે ડિફેન્સ ઉત્પાદનમાં ખાનગી કંપનીઓની હાજરી વધારવા માંગે છે અને તેના કારણે આ હિલચાલ જોવા મળી છે.વડાપ્રધાન કચેરી દ્વારા મંજૂર કરવામાં આવેલા નવા નિયમો ટૂંક સમયમાં અમલી કરવામાં આવશે. આ નિયમ પ્રમાણે, યુદ્ધજહાજ અને ભારતીય નૌકાદળની અન્ય જરૂરિયાતોના તમામ ભાવિ કોન્ટ્રાક્ટ્‌સની ફાળવણી સ્પર્ધાત્મક બિડિંગ બાદ કરવામાં આવશે.એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના અગ્ર સચિવના વડપણ હેઠળ ૨૫ મેના રોજ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.સરકાર ખાનગી સેક્ટરની શિપબિલ્ડિંગ ક્ષમતા વધારવા માટે આતુર છે અને તેના માટે ડિફેન્સ સેક્ટરમાં કાર્યરત જાહેર ક્ષેત્રના શિપયાર્ડને બને તેટલું આઉટસોર્સિંગ કરવાની છૂટ આપવામાં આવશે.અત્યારે સંરક્ષણ મંત્રાલય હેઠળનાં નવ ડિફેન્સ પબ્લિક સેક્ટર અંડરટેકિંગ્સ ને મોટા ભાગના કોન્ટ્રાક્ટ્‌સ ફાળવવામાં આવે છે, જેમાં ગાર્ડન રિચ શિપબિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ, મઝગાંવ ડોક શિપબિલ્ડર્સ અને હિન્દુસ્તાન શિપયાડ્‌ર્સ વગેરેનો સમાવેશ થાય છે. વર્તમાન નિયમ હેઠળ ભારતીય નૌકાદળ દ્વારા આવા પબ્લિક સેક્ટરની ક્ષમતાનું મૂલ્યાંકન કરીને તેમના નામની ભલામણ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ સમક્ષ કરવામાં આવે છે.

Related posts

લોકશાહી બચાવવા માટે ભાજપ સામે એકજૂથ થવાનો સમય આવી ગયો છે : મમતા

editor

આંદામાન નિકોબારમાં સમય કરતા પહેલા મોનસુનની એન્ટ્રી

aapnugujarat

રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઇ બિહારમાં મહાગઠબંધનમાં તિરાડ પડી : કોંગ્રેસના નીતિશ પર પ્રહાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1