Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહારાષ્ટ્રમાં ૧૪૮ પોલીસકર્મી કોરોનાની ચપેટમાં

મહારાષ્ટ્ર પોલીસના જણાવ્યા મુજબ છેલ્લા 48 કલાકમાં રાજ્યના 140 પોલીસકર્મીઓને કોરોના નો ચેપ લાગ્યો છે અને એક જવાનનું મોત પણ નીપજયું છે. જો કે હવે રાજ્યમાં સંક્રમિત પોલીસ કર્મચારીઓની કુલ સંખ્યા વધીને 3,960 થઈ ગઈ છે. જેમાંથી 46 ચેપગ્રસ્ત જવાનોનાં મોત નીપજ્યાં છે અને 2,925 પોલીસકર્મીઓને સારવાર બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. આ ચેપને કારણે અત્યાર સુધીમાં મુંબઈ પોલીસના 31 જવાનોના મોત નીપજ્યાં છે. મુંબઈ પોલીસના પીઆરઓ પ્રણય અશોકના જણાવ્યા અનુસાર શહેરમાં અત્યાર સુધીમાં કુલ 2,349 પોલીસકર્મીઓને કોરોના નો ચેપ લાગ્યો છે.

છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્રમાં 3827 નવા કેસ નોંધાયા છે અને 142 લોકોના મોત નિપજયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,24,331 પર પહોંચી ગઈ છે. મોટાભાગે કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ ની સંખ્યા મુંબઇમાંથી સામે આવી રહી છે. શુક્રવારે મુંબઇમાં કોરોના ના ચેપના નવા 1269 કેસ નોંધાયા હતા અને 14 મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા હવે 64,068 પર પહોંચી ગઈ છે.તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં ગુરુવારે કોરોના ચેપના નવા 3752 કેસ નોંધાયા હતા અને સ્વસ્થ થયા પછી 1672 દર્દીઓને હોસ્પિટલથી ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. ગુરુવારે, રાજ્યમાં કુલ ચેપગ્રસ્ત દર્દીઓ ની સંખ્યા 1,20,504 પર પહોંચી ગઇ હતી અને 5,751 લોકોનાં મોત થયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના ના ચેપના 3307 કેસ નોંધાયા છે અને 114 લોકોના મોત નોંધાયા છે. આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 1,16,752 પર પહોંચી ગઈ છે.અને આ રોગચાળાને લીધે કુલ 5651 લોકોએ જીવ ગુમાવ્યો હતો. રાજધાની મુંબઈમાં પણ કોરોના ના દર્દીઓના આંકડા આંચકાજનક રહ્યા છે, બુધવારે 1359 નવા દર્દીઓ સામે આવ્યા છે અને 77 ચેપગ્રસ્ત દર્દીઓ ના મૃત્યુ નોંધાયા છે.તે બાદ રાજધાની મુંબઇ માં ચેપગ્રસ્ત દર્દીઓની કુલ સંખ્યા 61,501 પર પહોંચી ગઈ હતી અને આ ચેપને કારણે કુલ 3242 લોકોનાં મોત નીપજ્યાં છે.

Related posts

Cabinet approves umbrella scheme of Modernisation of Police Forces

aapnugujarat

पाक ने किया सीजफायर का उल्‍लंघन, एक जवान शहीद

aapnugujarat

‘नर्वस’ राहुल गांधी वाली टिप्पणी पर नाराज शिवसेना ने बराक ओबामा पर दाग दिए सवाल

editor

Leave a Comment

UA-96247877-1