Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ચૂંટણી : મીરા કુમારને ઉમેદવાર બનાવવા વિપક્ષ તૈયાર

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઇને જારી રાજકીય ગરમી વચ્ચે વિપક્ષે પણ પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી દીધી હતી. બાજપના નેતૃત્વમાં એનડીએ દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદની પસંદગી કરવામાં આવ્યા બાદ હવે વિપક્ષે પોતાના ઉમેદવાર તરીકે લોકસભાના પૂર્વ સ્પીકર મીરા કુમારને મેદાનમાં ઉતારી દેવાનો નિર્ણય કર્યો છે. જેથી રાષ્ટ્‌પતિ પદની ચૂંટણીમાં હવે રામનાથ કોવિંદ અને મીરા કુમાર વચ્ચે સીધી સ્પર્ધા થઇ શકે છે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે વિપક્ષે આજે સંયુક્ત ઉમેદવારની પસંદગી માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નેતૃત્વમાં મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. સોનિયા ગાંધીએ ૧૭ વિપક્ષી નેતાઓની બેઠક યોજી હતી. જેમાં તમામ પાસા પર ચર્ચા વિચારણા કરવામાં આવ્યા બાદ આખરે મીરા કુમારના નામ પર પંસદગી ઉતારી હતી. બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે મીરા કુમાર રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રહેશે. મીરા કુમાર કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. પાર્ટીના મોટા દલિત ચહેરા તરીકે પણ છે. પૂર્વ ાનાયબ વડાપ્રધાન બાબુ જગજીવન રામની પુત્રી મીરા કુમાર છેલ્લી લોકસભામાં અધ્યક્ષ તરીકે હતા. તેમની દાવેદારીને લઇને પહેલાથી જ ચર્ચા હતી. રાષ્ટ્રપતિની ચૂંટણીને લઇને રાજકીય ગરમી વચ્ચે ગઇકાલે બુધવારના દિવસે બિહારના મુખ્યપ્રધાન નિતીશ કુમારે પોતાના નિર્ણયની પણ જાહેરાત કરી હતી. એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદને ટેકો આપવાની જાહેરાત આખરે જેડીયુ દ્વારા ગઇકાલે કરી દેવામાં આવી હતી.  આની સાથે જ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના મુદ્દે વિપક્ષી છાવણીમાં તિરાડની સ્થિતિ સર્જાઈ ગઈ હતી. કોંગ્રેસ અને આરજેડીથી અલગ થઇને જેડીયુએ એનડીએના ઉમેદવારને ટેકો આપવાની જાહેરાત કરી હતી.  જેડીયુના નેતા રત્નેશ સદાએ પટણામાં પક્ષના ધારાસભ્યોની બેઠક બાદ પાર્ટીના નિર્ણયની જાહેરાત કરી હતી.  નીતિશકુમારે પોતાના ધારાસભ્યોને કહ્યું હતું કે, ભાજપ દ્વારા પસંદ કરવામાં આવેલા કોવિંદ કુશળ ઉમેદવાર તરીકે છે.

તેમણે એમ પણ કહ્યું હતુ ંકે, મોટાભાગના ધારાસભ્યો તેમના સમર્થનને લઇને મુખ્યમંત્રીને ખાતરી આપી ચુક્યા છે. નીતિશકુમારના નેતૃત્વમાં પાર્ટીની કોર કમિટિની બેઠક યોજાઈ હતી. જો કે, રામનાથ કોવિંદને ટેકો આપવા અંગે અંતિમ નિર્ણય મોડેથી કરવામાં આવ્યો હતો. જેડીયુના આ નિર્ણયથી કોંગ્રેસને પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે. રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા વિપક્ષી પાર્ટીઓને એક મંચ ઉપર લાવવાના પ્રયાસ કરી રહેલા કોંગ્રેસને ગઇકાલે આ મોટો ફટકો પડ્યો હતો.  સોનિયા ગાંધીએ આજે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. ભાજપ પ્રમુખ અમિત શાહે સોમવારના દિવસે રામનાથ કોવિંદના નામની  જાહેરાત કરી હતી. અન્ય મહત્વપૂર્ણ પ્રાદેશિક પક્ષો અન્નાદ્રમુક, ભાજપ, બીજેડી, તેલંગાણા રાષ્ટ્રીય સમિતિ, વાયએસઆર કોંગ્રેસ જેવી પાર્ટીઓ એનડીએને ટેકો આપી ચુકી છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી દરમિયાન જાહેર કરવામાં આવ્યા બાદ જેડીયુએ ભાજપ સાથે છેડો ફાડી લીધો હતો. હવે સારા કારોબારી સંબંધ બંને વચ્ચે દેખાઈ રહ્યા છે. નવા સમીકરણ તરીકે પણ આને જોવામાં આવે છે.

Related posts

ખતરનાક બ્લૂ વ્હેલ ગેમ પર પ્રતિબંધની માંગણી, મધ્યપ્રદેશ-કેરળ સરકારે કેન્દ્ર સરકારને લખ્યો પત્ર

aapnugujarat

मुख्यमंत्री के क्षेत्र में सबसे ज्यादा हत्या हुई : अमित शाह ने केरल की जन रक्षा यात्रा में किया दावा

aapnugujarat

कांग्रेस नेता देवड़ा ने की ‘हाउडी मोदी’ कार्यक्रम की तारीफ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1