Aapnu Gujarat
ગુજરાત

કોસુમ ગામમાં ૬ ફુટ લાંબો અજગર પકડાયો

પાવીજેતપુર તાલુકાના કોસુમ ગામે રાત્રીના ૧ કલાકે ગામના બાબુભાઈ દ્વારા રેન્જ ફોરેસ્ટ ઓફિસર વનરાજસિંહને પોતાના ઘરમાં અજગર હોવાની ટેલિફોનિક જાણ કરતાં તેઓ તાત્કાલિક વનકર્મીને ઘટના સ્થળે મોકલી રેસ્ક્યુ ની કામગીરી કરવા માં આવી હતી.“
હાલ વરસાદનું વાતાવરણ ચાલુ થયું હોય સરીસૃપો તથા અબોલા જાનવરો વરસાદને લીધે પોતાના માટે સુરક્ષિત જગ્યાની શોધમાં માનવ વસ્તી તથા સુરક્ષિત જગ્યાની શોધમાં ધસી આવતા હોય છે જેના લીધે માનવ અને સરીસૃપોનો ભેઠો થઈ જાય છે જેમાં આકસ્મિક સરીસૃપોના દંશથી માનવ મૃત્યુના પણ બનાવો બનતા હોય છે.છોટાઉદેપુર જિલ્લામાં પણ ૨૦૧૯ના વર્ષમાં ૫ જેટલા સર્પદંશથી માનવ મૃત્યુના બનાવ બનવા પામ્યાં હતાં. પામેલ.
પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના કોસુમ ગામે રાત્રીના ૧ કલાકે બાબુભાઇ રાઠવાના મકાનમાં અજગર દેખાતા તેઓએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી. જાણ મળતા જ વન વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર દ્વારા વનકર્મી ઉમેશ રાઠવાને તાત્કાલિક ઘટના સ્થળે મોકલ્યા હતા અને ત્યાં જઇ જોતા ૬ ફૂટ લંબાઈ ધરાવતો અજગર ઘરમાં જોવા મળ્યો હતો જેને વનરક્ષક દ્વારા રાત્રિના ૨ કલાકે આ સલામત રીતે રેસ્ક્યુ કરી નૈસર્ગિક વાતાવરણમાં મુક્ત કરી દીધો હતો.
(તસવીર / અહેવાલ :- ઈમરાન સિંધી, પાવીજેતપુર)

Related posts

SC rejects Asaram Bapu’s bail plea for Sexual assault case in Gujarat

aapnugujarat

અમદાવાદ યુનિવર્સિટી ખાતે મેકર ફેસ્ટ-૨૦૧૮નો પ્રારંભ

aapnugujarat

‘‘મા નર્મદા મહોત્‍સવ’’ ની સ્‍પર્ધામાં સ્‍પર્ધકો તા.૨૫મી જુલાઇ સુધી ઓનલાઇન નોંધણી કરાવી શકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1