Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર એમ.જી.વી.સી.એલ. ની કુટીર જ્યોતિ યોજના અંતર્ગત ૨૦૧૭ માં મંજુર થયેલ વીજ કનેક્શન હજુ સુધી ન મળતા વકીલ દ્વારા નોટિસ.

      પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે રહેતા એક ગરીબ ઈસમને કુટીર જ્યોતિ  યોજના અંતર્ગત ૨૦૧૭ માં મંજુર થયેલ વીજ કનેક્શન અધિકારી બહાના બનાવી હજુ સુધી ન આપતા વકીલ દ્વારા એમ.જી.વી.સી.એલના અધિકારીને નોટિસ આપીને ન્યાયની માંગ કરવામાં આવી છે.
     પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે પાલીયા રોડ ઉપર રહેતા મકરાણી અલીમિયા કાદરભાઈની ૨૪/૦૫/૨૦૧૭ ના રોજ કુટીર જ્યોતિ યોજના અંતર્ગત એક પી એચ વીજ જોડાણ મંજુર થયું હોય જે અંગે એમ.જી.વી.સી.એલ માંથી માંગવામાં આવેલ તમામ દસ્તાવેજો ,પુરાવાઓ રજૂ કરવા છતાં આજ દિન સુધી તેઓને નવું વીજ કનેક્શન આપવામાં આવ્યું નથી. 
      અધિકારી એમ જણાવે છે કે તમારા ભાઈ ના પૈસા બાકી છે તેથી તમને વીજ જોડાણ મળી શકે નહીં, ખરેખર બંને ભાઈઓ અલગ રહેતા હોય તેમજ જે ભાઈ ના પૈસા બાકી હોય તેઓ મૈયત થઈ ગયા હોય, સ્વતંત્ર મિલકત ઉપર સ્વતંત્ર જોડાણ મેળવવાનું હોય છતાં અધિકારી યેન કેન પ્રકારે બહાના બનાવી મકરાણી અલીમિયાંને નવું વીજ કનેક્શન  આપતા નથી, વારંવાર રજૂઆતો કરવા છતાં અધિકારી ન માનતા ના છૂટકે અલી મિયાંએ વકીલ દ્વારા નોટિસ આપવાની ફરજ પડી છે. 
      જેમાં તેઓએ જણાવ્યું છે કે સરકાર ખરેખર ગરીબોને મદદરૂપ થવા ઈચ્છતી હોય ત્યારે આવા અધિકારીઓ રોડા કેમ થઈ રહ્યા છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે વીજ કનેક્શન આપવામાં આવશે નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવાની મને ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી એમ.જી.વી.સી.એલના અધિકારીની રહેશે. તેથી તંત્ર વ્યવહારૂ બની અલીમિયાંને તાત્કાલિક નવું વીજ કનેક્શન આપે તે જરૂરી છે.
     આ અંગે એમ.જી.વી.સી.એલના અધિકારીને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે તેમના ભાઈ ના છોકરા આવ્યા હતા અને તેઓ પૈસા ભરશે ત્યારે અલીમિયા મકરાણી ને નવું કનેક્શન આપવામાં આવશે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

ઘરકંકાસમાં સગા બાપે દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી

aapnugujarat

દેડીયાપાડાના આમલી ગામે આદિવાસી સમાજનાં આસ્થા સમા અંબા માતાજીના મંદિર સંકુલને મીની યાત્રાધામ તરીકે વિકસાવવા ધારાસભ્યશ્રી પી.ડી. વસાવાનું સૂચન

aapnugujarat

પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જનવેદના આંદોલનની સમીક્ષા બેઠક મળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1