Aapnu Gujarat
ગુજરાત

કોરોના વાયરસની મહામારીને લઇ છોટાઉદેપુર જિલ્લા પંચાયત ખાતે વહીવટી તંત્ર દ્વારા સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું


 
કોરોના વાઇરસને લઈ જિલ્લા પંચાયત છોટાઉદેપુર ખાતે  સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું જીલ્લામાં થતી તમામ પ્રકારની પ્રવુતિઓ પર બાજ નજર રાખવા માટે વહીવટી તંત્ર વધુ સજ્જ બન્યું જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે મુલાકાત લીધી
 છોટાઉદેપુર જિલ્લામાં કોરોના વાઇરસના  21 કેસો નોંધાયા છે જે પૈકી 7 કેસો એકટીવ કેસો છે. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી વસ્તી ધરાવતો હોવાને કારણે અવર-જવરનો પ્રશ્ન રહે છે, જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્રએ કોરોના વાઇરસ ને લઈ જિલ્લા પંચાયત  છોટાઉદેપુર ખાતે  સેંટરલાઈઝ કમાન્ડ એન્ડ કંટ્રોલ ઊભું કરાયું જીલ્લામાં થતી તમામ પ્રકારની પ્રવુતિઓ પર બાજ નજર રાખવામા આવશે જેમાં જીલ્લામાં આવેલ ચેક પોષ્ટો,  પોઝેટિવ દર્દીઓ ,હોમકોરાંટાઈન, કોરંટાઈન સહિત ચાલતી અનેક પ્રવુતીથી તંત્ર માહિતગાર રહે અને તંત્ર નું નિયંત્રણ રહે અને કોરોના સામે લડી શકાય તેમ જિલ્લા કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યુ હતું
    જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલે જણાવ્યું હતું કે, કોરોના સામે રક્ષણ મેળવવા માટે છોટાઉદેપુર જિલ્લાના સાડાઅગિયાર લાખ થી વધુ નાગરિકોને રોગપ્રતિકારક શક્તિ વધારતી હોમિયોપેથિક દવા આર્સેનિક આલ્બમ-30 નું વિતરણ કરવામાં આવશે જિલ્લાના નાગરિકોનો પણ સારો સહિયોગ મળી રહ્યો છે જેથી કોરોના સામેની લડાઈ આપડે ચોક્કસ થી જીતી લઈશું.

ઇમરાન સિંધી.. પાવીજેતપુર

Related posts

પાવીજેતપુર તાલુકાના કંડા ગામે શોર્ટ સર્કિટથી આગ લાગતા એક મકાન ઘરવખરી સહિત બળીને ખાખ

editor

અમદાવાદ બ્લાસ્ટ : તૌસીફ ખાનને લાવવા માટેની તૈયારી

aapnugujarat

આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1