Aapnu Gujarat
ગુજરાત

કોડીનાર તાલુકાના દુદાણા ગામે પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને નિશૂલ્ક અનાજ વિતરણ

ગીર-સોમનાથ

જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાં લોકડાઉન અમલમાં છે. રાજ્ય સરકારે નોન-એનએફએસએ એપીએલ-૧ કાર્ડ ધારકોને તા. ૭ મે થી અનાજ વિતરણ શરૂ કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાના પાત્રતા ધરાવતા રેશનકાર્ડ ધારકોને ૧૦ કિલો ઘઉં, ૩ કિલો ચોખા, ૧ કિલો ચણા દાળ અને ૧ કિલો ખાંડ વાજબી ભાવની દુકાનેથી વિનામૂલ્યે વિતરણ કરવામા આવી રહ્યું છે. કોડીનાર તાલુકાના દુદાણા ગામે આવેલ સસ્તા અનાજની દુકાનેથી દુદાણા અને નાના ઈશ્ર્વર ગામના પાત્રતા ધરાવતા ૨૫૭ રેશનકાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે.
દુદાણા ગામના લાભાર્થી કેસરબેન રાઠોડે જણાવ્યું હતું કે, સરકારશ્રીએ લોકડાઉનના મુશ્કેલ સમયમાં ગરીબ લોકોની ચિંતા કરી વિનામૂલ્યે અનાજ આપવાની જાહેરાત કર્યા બાદ અમને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડ્યા વગર અનાજ આપવામાં આવ્યું હતું. રામસિંહ બારડે કહ્યું કે, સરકારે ખરા સમયે ગરીબ અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરી છે. મને ઘઉ, ચોખા, ખાંડ અને દાળ આપવામાં આવી છે. રાઠોડ ઉદયસિંહે જણાવ્યું હતું કે, લોકડાઉનમાં લોકોને ઘરમાં રહેવાની સરકારે અપીલ કરી છે. કોરોના વાયરસની મહામારીથી ધંધા-રોજગાર બંધ થયા છે. ત્યારે સરકાર દ્રારા ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને અનાજ આપવામાં આવી રહ્યું છે. મને દુદાણા ગામે સસ્તા અનાજની દુકાનેથી તરત જ વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું હતું.
બાકી રહેલા પાત્રતા ધરાવતા કાર્ડધારકોને ૧3 મે ના રોજ અથવા ૧3 મે પછી વહેલી તકે અનાજ મેળવવાનું રહેશે. રાશનકાર્ડના છેલ્લા નંબરનાં આધારે ગ્રાહકોએ અનાજ લેવા સસ્તા અનાજની દુકાને કાર્ડદિઠ એક વ્યકિતએ જ આવવાનું રહેશે. કાર્ડધારકે આધારકાર્ડ ઓરીજનલ સાથે રાખવાનું રહેશે. સોસીયલ ડિસ્ટન્સ જાળવવું પડશે. અનાજના જથ્થાની જરૂર ન હોય તો સ્વેચ્છાએ જતો કરવા કાર્ડધારકને અપીલ કરવામાં આવી છે. અનાજ વિતરણ સમયે સરપંચ ભગવાનભાઈ ચૌહાણ, શિક્ષક નકુમભાઈ, તલાટીમંત્રી નિલાબેન સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

રાજયમાં ગઇકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1020 કેસ, જાણો સમગ્ર માહિતી

editor

જનતા અમારી હાઇકમાન્ડ અને સરકાર જનતાની હશે : વાઘેલા

aapnugujarat

કાંકરેજમાં પત્રકારોનો સન્માન સમારોહ યોજાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1