Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુર તાલુકાનાં સુસ્કાલ અને સિહોદ વચ્ચે હાઇવે પર અજાણ્યા આધેડની મળી લાશ.

 કોરોના વાયરસની મહામારી વચ્ચે છોટાઉદેપુર જિલ્લાનાં પાવીજેતપુર તાલુકાનાં સુસ્કાલ અને સિહોદ હાઈવે રોડની બાજુમાં એક અજાણ્યા આધેડની લાશ પડી હોવાનું જાણવા મળતાની સાથે અમુક લોકો ઘટનાસ્થળે જોવા માટે પહોંચ્યા હતા ત્યારે તેઓ લાશને જોતાની સાથે જ પાવીજેતપુર પોલીસ સ્ટેશને લાશ પડી હોવાની જાણ કરવામાં આવી હતી ત્યારે પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આજુબાજુનાં લોકોને બોલાવી આ આધેડની લાશને ઓળખાણ કરાવવા માટેની ગતિવિધિ શરૂ કરવામાં આવી હતી પરંતુ કોઈ પણ આ વ્યક્તિ ને ઓળખી શક્યું ન હતું જેના કારણે પોલીસે સુસ્કાલ અને સિહોદ ગામનાં અમુક લોકોની આગેવાની હેઠળ લાશને પીએમ અર્થે પાવીજેતપુર સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી.

આ અજાણ્યા આધેડની લાશને જોતા લોક ડાઉનના પગલે ભૂખમરાથી મૃત્યુ થાય હોવાની શંકા સેવાઇ રહી છે. ત્યારે આ લાશની આસપાસની જમીન ઉપરની જગ્યાને જોતા ત્યાં ચંપલ અને ખાલી પાણીનાં બોટલ તેમજ તેના પેન્ટ નાં ખીસ્સામાં એક સફેદ રુમાલ પણ જોવા મળ્યો હતો પરંતુ આ આધેડ વયનાં વ્યક્તિનાં મોતનું રહસ્ય પીએમ રિપોર્ટ બાદ જ જાણવા મળે ત્યાં સુધી તો આ અજાણ્યા પુરૂષના મોતનું કારણ અંકબધ છે પાવીજેતપુર પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ઇમરાન સિંધી..પાવીજેતપુર

Related posts

પર્યાવરણનું બલિદાન આપી વિકાસ નહીં : રુપાણી

aapnugujarat

ગોધરામાં સીએમ વિજયભાઈ રૂપાણીની જાહેરસભા

editor

કોંગીના વધુ એક ધારાસભ્ય વલ્લભ ધારવીયા ભાજપમાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1