Aapnu Gujarat
ગુજરાત

સુરતનાં ઈસ્કોન મંદિરની રથયાત્રામાં ૧૦ ટન પ્રસાદનું વિતરણ થશે

સુરતના ઈસ્કોન મંદિરમાં આગામી ૨૫મીએ ભગવાન જગન્નાથની રથ યાત્રા માટે તડામાર તૈયારી થઈ રહી છે. ભગવાન જગન્નાથના ૧૫ કિલોમીટરના રથયાત્રાના રૃટમાં ૧૦ ટનથી વધુના પ્રસાદ વિતરણ માટે મંદિર દ્વારા અત્યારથી જ આયોજન થઈ રહ્યું છે. મંદિરમાં આવતા પ્રભુ ભક્તો અત્યારથી જ પ્રસાદની તૈયારીમાં પડી ગયાં છે. આ ઉપરાંત રથયાત્રા દરમિયાન વિવિધ જવાબદારી પણ ભક્તોને સોંપવામાં આવી રહી છે. આગામી ૨૫મીની ભગવાન જગન્નાથની રથયાત્રા સુરતમાં જહાગીરપુરા ઈસ્કોન, અમરોલી લંકાવિજય ઓવારા ઉપરાંત અન્ય કેટલાક મંદિરોમાંથી કાઢવામાં આવશે. જહાંગીરપુરા સ્થિત ઈસ્કોન મંદિરની ભગવાન જગન્નાથની રથયાત્રા રેલ્વે સ્ટેશનથી જહાંગીરપુરા મંદિરના ૧૫ કિલોમીટરના રૃટ પરથી પસાર થશે.
આ પંદર કિલોમીટરના રૂટમાં ભગવાનની રથયાત્રા માટેની તૈયારી સાથે પ્રસાદની તૈયારી પણ થઈ રહી છે. મંદિરના અધ્યક્ષ વૃંદાવન પ્રભુ કહે છે, આ વર્ષે એક હજાર કિલો બુંદી, એક હજાર કિલો લાપસી, ૧૫૦૦ કિલો ખીર તથા ૧૫૦૦ કિલો ફ્રુટ ઉપરાંત ભક્તોએ ધરાવેલા પ્રસાદ સહિત ૧૦ ટનથી વધુના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે.આ માટે મંદિરમાં આવતાં પ્રભુ ભક્તોઅત્યારથી જ તૈયારી કરી રહ્યાં છે. છેલ્લા ત્રણ ચાર દિવસથી મંદિરમાં ભક્તો દ્વારા બુંદીનો પ્રસાદ બનાવવાની કામગીરી ચાલી રહી છે. આગામી દિવસોમાં પ્રસાદ ઉપરાંત અન્ય જવાબદારી પણ ભક્તોને સોંપવામાં આવશે. ભગવાન જગન્નાથની રથયાત્રા સફળ થાય તે માટે મદિરના સંચાલકો અને ભક્તો દ્વારા તૈયારી કરવામા આવી રહી છે.

Related posts

SWAC KICK STARTS AIR FORCE DAY CELEBRATIONS WITH AN AIR SHOW AT AIR FORCE STATION VADODARA

aapnugujarat

કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી હશે : કચ્છ લોકસભા બેઠકનાં ઉમેદવાર વિનોદ ચાવડાના નામાંકન વેળા વિજય રૂપાણી ઉપસ્થિત

aapnugujarat

દિયોદર લાયન્સ કલબના પ્રમુખ પ્રદીપ શાહે લીધી સરકારી હોસ્પિટલની મુલાકાત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1