Aapnu Gujarat
ગુજરાત

કામદાર વિરુદ્ધ નામદારની ચૂંટણી હશે : કચ્છ લોકસભા બેઠકનાં ઉમેદવાર વિનોદ ચાવડાના નામાંકન વેળા વિજય રૂપાણી ઉપસ્થિત

મુખ્યમંત્રી વિજય રૂપાણી આજરોજ કચ્છ લોકસભા બેઠક પર ભાજપાના ઉમેદવાર વિનોદ ચાવડાના નામાંકન માટે ભુજ ખાતે યોજાયેલ ભવ્ય રેલીમાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ લોકસભાના ઉમેદવાર વિનોદ ચાવડાના ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્વે આ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રોડ-શોમાં ભાજપા જીલ્લા અધ્યક્ષ કેશુભાઇ, ધારાસભ્ય નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહજી તથા માલતીબેન ઉપસ્થિત રહ્યા હતા તેમજ સ્થાધનિક જનતા અને ભાજપના કાર્યકરો સમર્થકો, વિવિધ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યાતમાં જોડાયા હતા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ સભાને સંબોધતા જણાવ્યુ હતુ કે, આવનારી લોકસભાની ચૂંટણી રાષ્ટ્રવાદ વિરૂધ્ધ આતંકવાદ, ઈમાનદાર વિરુદ્ધ બેઇમાન તેમજ કામદાર વિરૂધ્ધ નામદારની ચૂંટણી છે. એક તરફ ચોકીદાર છે જ્યારે, બીજી તરફ ચોરોની જમાત છે. પરંતુ દેશની જનતા પ્રધાનસેવક નરેન્દ્ર મોદીને ફરી એક વખત દેશનું સુકાન સંભાળવાની જવાબદારી આપવાનું મન બનાવી ચૂકી છે. રૂપાણીએ જણાવ્યું હતુ કે, લોકોમાં આશા-અપેક્ષાના સપના જાગ્યા છે અને જનજનમાંથી એકજ અવાજ આવી રહ્યો છે ‘મોદી હૈ તો મુમકીન હૈ’. અગાઉની યુપીએની સરકાર રીમોટથી ચાલતી હતી. દેશ દિશાવિહીન હતો. યુપીએની સરકારમાં દેશ ચારેબાજુથી લુંટાઇ રહ્યો હતો. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનમાં દેશમાં ભ્રષ્ટાચારમુક્ત વ્યવસ્થાથી લોકોમાં ઉત્સાહ અને આનંદ પ્રવર્તી રહ્યો છે. ભારત જેવો વિશાળ દેશ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ સલામત છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ગુરુ સામ પિત્રોડાએ પાકિસ્તાનને ક્લીનચીટ આપી છે અને વિરોધ પક્ષો બાલાકોટમાં જે એરસ્ટ્રાઇક થઇ તેના માટે પુરાવાઓ માંગી દેશની સેનાનું સતત અપમાન કરી પાકિસ્તાની મીડિયામાં હિરો બનવા કોશીશ કરી રહ્યા છે. રૂપાણીએ વધુમાં જણાવ્યું હતું કે, રામમંદિર ભાજપા સરકાર જ બનાવશે ભલેને કોંગ્રેસના કપિલ સિબ્બલ કોર્ટની કાર્યવાહીમાં વિલંબ કરાવે કિસાનોને સહી દામ અને યુવાનોને કામ આપવાની દિશામાં ભાજપા આગળ વધી રહી છે, ત્યારે કોંગ્રેસ તેઓને ગેરમાર્ગે દોરી વોટબેંકની રાજનીતિ ખેલી રહી છે. સ્વ. ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવો ઝૂંબેશ શરૂ કરી હતી, ગરીબી ન મટી પરંતુ ગરીબો મટી ગયા હતા. આઝાદી બાદ ૫૫ વર્ષ સુધી પરિવારવાદની રાજનીતિ કરીને રાજાશાહી જીવનશૈલી જીવનાર કોંગ્રેસને આજે મત માટે ગરીબો યાદ આવ્યા છે. જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘આયુષ્યમાન યોજના’ અંતર્ગત ગરીબો માટે ૫ લાખ સુધીની મફત ચિકિત્સા સારવાર ઉપલબ્ધ કરાવી ગરીબોની ચિંતા કરી છે. કોંગ્રેસના રાજમાં એક રૂપિયામાંથી ૮૫ પૈસા ખવાઇ જતા હતા અને માત્ર ૧૫ પૈસા જ ગરીબો સુધી પહોંચતા હતા. જ્યારે ભાજપાની સરકારમાં ગરીબોને સીધે સીધો રૂપિયો તેમના સુધી પહોંચે છે.
રાહુલ ગાંધીએ ૭૨,૦૦૦ રૂપિયા દેશના તમામ ગરીબોને આપવાનો પોકળ વાયદો કર્યો છે. જ્યારે દેશના ગરીબો અને ખેડુતો માટેની જનકલ્યાણકારી યોજનાઓના સીધા લાભ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના તમામ ગરીબોના બેંકખાતા ખોલાવી આપ્યા છે અને તેમાં સીધા નાણા જમા થતા હોવાથી ભ્રષ્ટાચારનો કોઇ અવકાશ ઉદ્ભવતો નથી.

Related posts

भगवान जगन्नाथजी भक्तों को यादव रुप में दर्शन देंगे

aapnugujarat

પોતાની દીકરીઓને અમેરિકામાં લગ્ન કરવવાના અભરખા રાખતા માતા પિતા માટે સાવધાન

aapnugujarat

विभिन्न दलहन की कीमत में २० फीसदी की वृद्धि हुई

aapnugujarat

Leave a Comment

UA-96247877-1