Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

રાષ્ટ્રપતિ ચૂંટણીઃ નીતિશ બાદ નેતાજી પણ થયા ‘મુલાયમ’

ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન મુલાયમસિંહ યાદવે રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરેલા ઉમેદવારના નામ પર સહેમતિ વ્યક્ત કરી છે. મુલાયમસિંહે કહ્યું કે, ભાજપે એક યોગ્ય ઉદવારને રાષ્ટ્રપતિ પદમાટે ઉભા કર્યા છે, જેને મારું સમર્થન છે.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ બિહારના સીએમ નીતિશ કુમારે પણ રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને પીએમ મોદીનું સમર્થન કર્યું છે.એનડીએ દ્વારા બિહારના રાજ્યપાલ રામનાથ કોવિંદને રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જાહેર કર્યા બાદ વિપક્ષી પાર્ટીઓની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં આગામી રણનીતિ શું ઘડવી અને ક્યા ઉમેદવાર મેદાનમાં ઉતારવા તે અંગે નિર્ણય લેવા ૨૨ જૂને બેઠક મળશે. આ બેઠકમાં બે મહત્વના નિર્ણય લેવામાં આવશે જેમાં પહેલો નિર્ણય એ લેવામાં આવશે કે દ્ગડ્ઢછના ઉમેદવાર સામે સંયુક્ત રીતે ઉમેદવાર ઉતારવો કે નહીં. જો સંયુક્ત ઉમેદવાર ઉતારવા અંગે સહમતિ સધાય છે તો એ પણ નક્કી કરવાનું રહેશે કે સંયુક્ત ઉમેદવાર કોણ હશે. વિપક્ષી પાર્ટીઓએ રામનાથ કોવિંદને સમર્થન નહીં કરવાનો પણ સંકેત આપી દીધો છે.
મળતી માહિતી મુજબ ભાજપ અને સંઘ સાથે જોડાયેલા ૭૧ વર્ષીય રામનાથ કોવિંદને ઉમેદવાર તરીકે જાહેર કરતા વિપક્ષી પાર્ટીઓને આશ્ચર્ય નથી થયું. તેઓએ કહ્યું કે એવું એટલા માટે છે કારણ કે ભાજપ પ્રથમવાર રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતવા માટે ખૂબ નજીક છે અને તે આ તકને જતી કરવા નથી ઈચ્છતું. વિપક્ષના કેટલાક નેતાઓનું કહેવું છે કે, કોવિંદના નામની જાહેરાત પહેલા વિપક્ષી પાર્ટીઓ કોઈ આદિવાસીને પોતાનો ઉમેદવાર બનાવવા વિશે વિચારતા હતા.સૂત્રોનું માનીઓ તો એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે, એનડીએ ઝારખંડના રાજ્યપાલ અને આદિવાસી નેતા દ્રોપદી મુર્મૂને પણ ઉમેદવાર બનાવી શકે છે. જેથી વિપક્ષે પણ કોઈ આદિવાસી ચહેરાને મેદાનમાં ઉતારવાનો વિચાર કર્યો હતો. જોકે તેઓએ એક દલિત નેતાને પોતાના ઉમેદવાર પસંદ કર્યા છે તેથી સમીકરણ હવે બિલકુલ બદલાઈ ગયા છે. કોવિંદની સામે વિપક્ષ પણ સર્વસંમતિથી દલિત ચહેરો જ ઉતારશે તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે.

Related posts

ઈવીએમ સાથે ચેડા થાય છે, બહારની પોલીસ આવીને લોકોને ધમકાવે છે : મમતા બેનરજી

editor

એરસેલ કેસ : ચિદમ્બરમની ૫ જુન સુધી ધરપકડ નહીં થાય

aapnugujarat

છત્તીસગઢમાં કોંગ્રેસ ૪૮-૫૪ બેઠકો સાથે બાજી મારી જશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1