Aapnu Gujarat
રાષ્ટ્રીય

છત્તીસગઢમાં કોંગ્રેસ ૪૮-૫૪ બેઠકો સાથે બાજી મારી જશે

છત્તીસગઢમાં વર્ષના અંત સધીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા દિવસોમાં ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દીધુ છે. આ સાથે જ રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. શું રાજ્યમાં કોંગ્રેસ સરકાર રિપીટ કરશે કે, પછી ભાજપનું કમળ ખીલશે? આ અંગે એક સર્વે કરવામાં આવ્યો છે.
છત્તીસગઢમાં કુલ ૯૦ વિધાનસભાની સીટ છે. રાજ્યમાં હાલ કોંગ્રેસની સરકાર છે. ત્યારે આ ચૂંટણી પરિણામ અંગે એક સર્વે કરવામાં આવ્યો છે. સર્વે પ્રમાણે કોંગ્રેસ બાજી મારતી નજર આવી રહી છે. કોંગ્રેસને ૪૮-૫૪ સીટ મળી શકે છે. સરકાર બનાવવા માટે છત્તીસગઢમાં ૪૬ સીટો પર જીત પ્રાપ્ત કરવાની રહેશે.ત્યારે આવી સ્થિતિમાં સર્વેના પરિણામમાં કોંગ્રેસે જાદુઈ આંકડો પાર કરી લીધો છે. બીજી તરફ ભાજપના ખાતામાં ૩૫-૪૧ સીટો આવી શકે છે. સર્વે પ્રમાણે ૦-૩ સીટો અન્ય ખાતામાં જઈ શકે છે.
સી વોટરે છત્તીસગઢમાં વિસ્તારવાર સર્વે કર્યો છે. ઉત્તર, દક્ષિણ અને મધ્ય છત્તીસગઢમાં અલગ-અલગ સર્વે કરવામાં આવ્યો છે. ઉત્તર સત્તીસગઢમાં કુલ ૧૪ સીટ છે. અહીં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ખરાખરીનો જંગ નજર આવી રહ્યો છે. સર્વે પ્રમાણે બંને પાર્ટી ૫-૯ સીટો પર જીત પ્રાપ્ત કરતી નજર આવી રહી છે. બીજી તરફ અન્યના ખાતામાં ૦-૧ સીટ જઈ શકે છે.
બીજી તરફ દક્ષિણ છત્તીસગઢમાં કુલ ૧૨ સીટ છે. અહીં ૬-૧૦ સીટ પર કોંગ્રેસ બાજી મારતી નદર આવી રહી છે. બીજી તરફ ૨-૬ સીટ પર જીત હાંસલ કરતી નજર આવી રહી છે. આ સાથે જ અને અન્યના ખાતામાં ૦-૧ સીટ જઈ શકે છે. એટલે કે, આ વિસ્તારમાં કોંગ્રેસ આગળ વધતી નજર આવી રહી છે.
સર્વે પ્રમાણે મધ્ય છત્તીસગઢની કુલ ૬૪ સીટો પર ઓપિનિયન પોલના પરિણામ સામે આવ્યા છે. અહીં કોંગ્રેસ ૩૪-૩૮ સીટો પર બાજી મારી શકે છે. બીજી તરફ ભાજપ ૨૫-૨૯ સીટો પર જીત હાંસલ કરી શકે છે. જ્યારે અન્યના ખાતામાં ૦-૨ સીટો જઈ શકે છે. દક્ષિણ છત્તીસગઢના જેમ જ મધ્ય છત્તીસગઢમાં પણ કોંગ્રેસે બાજી મારી લીધી છે. જો સમગ્ર રાજ્યના ઓપિનિયન પોલ પર નજર કરીએ તો કોંગ્રેસને ૪૮-૫૪ સીટ અને ભાજપને ૩૫-૪૧ સીટ તથા અન્યના ખાતામાં ૦-૩ સીટ જઈ શકે છે.

Related posts

જન ધન ખાતામાં જનનું કલ્યાણ થયું, બેંક ઓફ બરોડાના ૨૫૦૦ લોકોનાં ખાતામાં રૂ.૧૦૭૦૦ જમા થયા

aapnugujarat

મુરાદાબાદમાં ભંગારના ગોડાઉનમાં આગ : પાંચના મોત

aapnugujarat

संयुक्त राष्ट्र महासभा को प्रधानमंत्री मोदी 26 सितंबर को करेंगे संबोधित

editor
UA-96247877-1