Aapnu Gujarat
ગુજરાત

કોરોના ની મહામારી વચ્ચે દિયોદર માં માનવતાની મહેક…

કોરોના ની મહામારી વચ્ચે દિયોદર માં માનવતાની મહેક….

અહેવાલ : રઘુભાઈ નાઈ દિયોદર

સમગ્ર વિશ્વ માં હાલ કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો છે ત્યારે ભારત મા પણ કોરોના વાયરસ ના કેસ જોવા મળી રહ્યા છે. ગુજરાતમાં પણ આ કોરોના વાયરસ ના કેશો માં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આ મહામારી ને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા વિવિધ નિર્ણય લઈ અનેક પગલાં ભરવામાં આવી રહ્યા.ત્યારે વિવિધ સંસ્થા તેમજ ગ્રુપો દ્વારા માનવતા ભર્યું કામ કરી રહ્યા છે ત્યારે વાત કરીએ ગત રાત્રી એ મૂળ વતન દાહોદ પાસે જાંબુઆ ગામ ના વતની અગિયાર મજૂર લોકો તીર્થગામ થી દિયોદર આવતા ઈંકલાબ ઝીંદાબાદ ગ્રુપ ને જાણ થતાં ગ્રુપ ના સભ્યો એ રાત્રે સાડા અગિયાર ના સમય માં દિયોદર રેફરલ હોસ્પિટલમાં માં લઈ જઈ 11 લોકો ની તપાસ કરાવી હતી .જો.કે તમામ નોર્મલ જાણવા મળ્યું ત્યારે તમામ લોકો ને જમવા તેમજ રહેવા ની સેવા કરી હતી જો.કે બીજા દિવસે સવારે ચા પાણી નાસ્તો કરાવી સાથે માસ્ક નું વિતરણ કરી મેડિકલ તપાસ કરાવી હતી. બપોર ના સમય માં દિયોદર ના માનવતા ગ્રુપ ને જાણ કરી ભોજન ની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભરત ભાઈ વકીલ ,vssm સમુદાય ના નારણભાઈ રાવળ ,અને કબીર આશ્રમ સેવાના નારણભાઈ રાવળ તેમજ સ્થાનિક સરકારી તંત્ર સાથે રહી આ લોકો ને રહેવા માટે લોહાણા વાડી માં રાખવામાં આવ્યા છે. જો.કે ઈંકલાબ ઝીંદાબાદ ગ્રુપ ના અધ્યક્ષ રમેશભાઈ ભાટી, મીડિયા કન્વીનર મોન્ટુ પઢિયાર ,અશોક સોઢા ,જામાભાઈ દરજી સહિત લોકો આ સેવાકીય કર્યા માં જોડાયા હતા…..

Related posts

હિંમતનગરનો માલધારી સમાજ નગરપાલિકાથી નારાજ

editor

સુરતનાં વેપારીઓએ હડતાળ સમેટી લીધી

aapnugujarat

भरूच में उटियादरा गांव में ४० लुटेरों का हमला : तीन की हत्या

aapnugujarat

Leave a Comment

UA-96247877-1