Aapnu Gujarat
ગુજરાત

પાવીજેતપુરના પ્રવાસીઓને આસામ ફરીને આવતા હોમ કવોરનટાઇન માં રાખવામા આવ્યા..

પાવીજેતપુરના પ્રવાસીઓને આસામ ફરીને આવતા હોમ કવોરનટાઇન માં રાખવામા આવ્યા..

      પાવીજેતપુરના ૯ જેટલા પ્રવાસીઓ આસામ ફરીને ફ્લાઈટમાં અમદાવાદ આવતા તેઓને અગમચેતીના ભાગરૂપે હોમ કવોરંટાઇન મા રાખવામાં આવ્યા છે.
     નોવેલ કોરોનાવાયરસ નો પ્રકોપ સમગ્ર વિશ્વમાં ચાલી રહ્યો છે ત્યારે પાવી જેતપુર થી અસામ તરફ ફરવા ગયેલા ૯ જેટલા પ્રવાસીઓને ૨૪ માર્ચ થી ૭ એપ્રિલ સુધી હોમ કવોરંટાઇનમાં રાખવામાં આવ્યા છે.
      પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુરના વાઘવા રોડ ઉપર રહેતા મગનભાઈ રાઠવા ( નિવૃત તલાટી ),  દીપિકાબેન પટેલ, ગીરીશભાઈ રાઠવા ( શિક્ષક ) તેમજ તેમની પત્ની, પાવીજેતપુર સોની કોલોની માં રહેતા બુદ્ધિલાલભાઈ ( નિવૃત શિક્ષક )અને તેમના પત્ની, વાવ ગામ ના ગિજુભાઈ,મહાલક્ષ્મી સોસાયટી માં રેહતા પર્વતભાઈ  આમ કુલ નવ વ્યક્તિઓ આસામ તરફ ફરવા માટે ગયા હતા. પરંતુ કોરોનાવાયરસ નો ભરડો સમગ્ર વિશ્વમાં ચાલુ થઈ જતા તેઓએ પોતાનો પ્રવાસ આટોપી યુદ્ધના ધોરણે ગોહાટી થી અમદાવાદ ફ્લાઇટ માં ૨૩ માર્ચના રોજ આવી ગયા હતા જ્યાંથી તેઓ પાવીજેતપુર મોડી સાંજે આવી ગયા હતા આ અંગે ની જાણ તંત્ર દ્વારા પાવીજેતપુરના બ્લોક હેલ્થ ઓફિસર ડો.વિકાસ રંજનને થતાં તેઓએ તબીબોની ટીમ તાત્કાલિક વાઘવા રોડ ઉપર, સોની કોલોનીમાં, મહાલક્ષ્મી સોસાયટી માં મોકલી આપી નવેનવ વ્યક્તિઓનો કોરોનાવાયરસ નો રિપોર્ટ કર્યો હતો . તમામ નો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોય પરંતુ  અગમચેતીના ભાગરૂપે નવેનવ પ્રવાસીઓના ઘર ઉપર સ્ટીકરો લગાવી દેવામાં આવ્યા હતા. આ તમામ પ્રવાસીઓને હોમ કવોરંટાઇનમાં  રાખવામાં આવ્યા છે. વાવ ગામના રહીશ ગિજુભાઈ ને પણ હોમ કવોરંટાઇનમાં રાખવામાં આવ્યા છે.
      આ અંગે પ્રવાસીઓને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમને બધાને કોરોનાવાયરસ નો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે. અમને કોઈને પણ આ રોગ લાગુ પડ્યો નથી. પરંતુ તંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે રોજેરોજ તબીબ આવી અમારા રિપોર્ટ કાઢે છે તેમજ અમારા ઘર ઉપર સ્ટીકર મારી દઈ અમારા ઘરની મુલાકાત ૭ એપ્રિલ સુધી ટાળવાનું સૂચન કરવામાં આવ્યું છે.

ફોટો લાઈન :- પાવીજેતપુરમાં નવ પ્રવાસીઓના ઘરોને હોમ કવોરંટાઇનમાં રાખવામાં આવ્યા છે જે તસવીરમાં નજરે પડે છે.

ઇમરાન સિંધી.. પાવીજેતપુર

Related posts

અમદાવાદમાં સુપરવાઈઝરનાં ત્રાસથી કંટાળી કર્મચારીએ આત્મહત્યા કરી

aapnugujarat

વિકાસનો ‘વિજય’ અકબંધ : છ મનપામાં ભાજપની ક્લિનસ્વિપ

editor

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં 43 હજાર લોકોએ લીકર હેલ્થ પરમિટ લીધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1