Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં સુપરવાઈઝરનાં ત્રાસથી કંટાળી કર્મચારીએ આત્મહત્યા કરી

અમદાવાદ શહેરમાં એક યુવકે કંપનીનાં સુપરવાઈઝર અને મેનેજરનાં ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાની ધટના બની છે. જેમાં કંપનીનાં મેનેજર-સુપરવાઈઝર દ્વારા માનસિક ટોર્ચર કરી નોકરીમાથી કાઢી મુકવાનો હુકમ કરી માનસિક રીતે હેરાન કરતા યુવકે ઘરમાં ગળેફાંસો ખાઈ પોતાના જીવનને ટુંકાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
અમદાવાદનાં રખિયાલ વિસ્તારમાં રહેતા ડેનીશ ક્રિશ્ચીયન ઓઢવ ખાતે આવેલી એક કંપનીમાં પેકીંગ ડિપાર્ટમેન્ટમાં ૧૨ વર્ષથી નોકરી કરતા હતા.. ડેનીશ કિશ્ચીયનને છેલ્લાં ૪ મહિનાથી કમરનો દુખાવો થયો હોવાથી તેનાથી હાર્ડવર્ક થઈ શકતુ નહતુ. જેથી તેમણે કંપનીનાં મેનેજર યોગેશ અને સુપરવાઈઝર મહેન્દ્ર પવારને હળવુ કામ આપવા માટે અવારનવાર રજૂઆત કરી હતી, છતાં મેનેજર અને સુપરવાઈઝર ડેનીશ ક્રિશ્ચીયનને હાર્ડવર્કનું કામ આપી ત્રાસ આપવામાં આવતો હતો.
૧૯ એપ્રીલ ૨૦૨૨નાં રોજ ડેનીશ ક્રિશ્ચીયન નોકરી પર ગયા અને સાંજે ઘરે પરત ફરતા પત્નિને જણાવ્યું હતુ કે કંપનીએ તેને સસ્પેન્શન ઈન્કવાયરીનાં કામે નોટીસ આપી છે અને નોટીશનો જવાબ કરવા માટે ૭મી મેનાં રોજ સવારે ૧૦ વાગે કંપનીમાં હાજર રહેવા જણાવ્યું છે. જેથી ૭મી મેનાં રોજ ડેનીશ ક્રિશ્ચીયન સવારે ૧૦ વાગે કંપનીમાં ગયા હતા અને રાતનાં ૧૧ વાગે પરત ફર્યા હતા.
પત્નિએ પુછતા ડેનીશે જણાવ્યુ હતુ કે કંપનીના મેનેજર યોગેશભાઈ તથા કંપનીનાં સુપરવાઈઝર મહેન્દ્રભાઈ પવારે તેને કંપનીમાં બે કલાક બેસાડી રાખી માનસિક ટોર્ચર કરી નોકરીમાંથી છૂટો કરી દેવાનો મૌખીક હુકમ કર્યો છે. જે બાદ બપોરનાં સમયે ડેનીશ ક્રિશ્ચીયને પત્નિને ઉપરના મકાનમાં બાઈબલ વાંચીને આવુ છુ તેમ જણાવી ઉપરનાં માળે ગયા હતા બપોરનાં સાડા ત્રણ વાગે ડેનીશ ક્રિશ્ચીયનની પત્નિ ચા બનાવી પતિને ચા આપવા માટે ઉપરનાં માળે ગઈ હતી, જાેકે મકાનનો દરવાજાે બંધ હોવાથી તેણે ખખડાવતા કોઈએ દરવાજાે ખોલ્યો ન હતો.જેથી તેઓએ દરવાજાે જાેરથી ખોલતા ઘરમાં છત ઉપર લગાવેલા લોખંડનાં હુકમાં પતિએ નાયલોનની દોરીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં જાેવા મળતા તેણે બુમાબુમ કરી હતી.
જે બાદ પોલીસને ફોન કરતા પોલીસ ધટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવી હતી. પતિનાં મૃતદેહની અંતિમ વિધિ કર્યા બાદ પત્નિ ઘરમાં જે રૂમમાં પતિએ આપઘાત કર્યો હતો ત્યાં ગઈ ત્યારે બાઈબલનું ધાર્મિક પુસ્તક મળ્યું હતું. જે પુસ્તકમાં તેણે જાેતા એક ચોપડાનાં અડધીયાનાં કાગળમાં લખાણ મળી આવ્યું હતું. જેમાં “મારી મોતનું કારણ સુપરવાઈઝર મહેન્દ્ર પવાર છે, મહેન્દ્રભાઈએ કારીગરો અને સાહેબ યોગેશ વચ્ચે લઈને આવુ કાવતરુ કર્યુ હતુ. મને ખાતામાંથી કાઢી મુકવા પોલીસ સાહેબ મારા ઘરના બધા જ વ્યક્તિ નિર્દોષ છે, કોઈને પણ મારા ઘર વ્યક્તિને સજા ન થાય માટે આટલી મારી વિનંતી છે. લિ- ડેનીશ
આ પ્રકારનું લખાણ લખ્યું હતું.જેથી આ સમગ્ર મામલે ડેનીશ ક્રિશ્ચીયનની પત્નિએ પતિની કંપનીનાં મેનેજર અને સુપરવાઈઝર સામે આત્મહત્યા દૂષ્પ્રેરણની ફરિયાદ રખિયાલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે..-

Related posts

રાજ્યમાં ફરી કાતિલ ઠંડી પડશે

editor

અલ્પેશ કથીરિયાને કોર્ટે ૧૦ હજારના બોન્ડ પર આપ્યા જામીન

aapnugujarat

अहमदाबाद : स्वाइन फ्लू से ओर २ की मौत, मृतांक १७ हुआ

aapnugujarat

Leave a Comment

URL