Aapnu Gujarat
બ્લોગ

કોલેજની સ્પર્ધા : રમતના મેદાનમાં સંજયે હારીને પણ હિનાનું દિલ જીતી લીધુ

કોલમ- “પ્રેમની વસંત બારેમાસ”
લેખક- નીલકંઠ વાસુકિયા (વિરમગામ)

   નદી કિનારા પર સવારમાં વિદ્યાર્થીઓની ચહલ પહલ જોવા મળી રહી છે અને સાથે શહેરીજનો પણ લટાર મારવા માટે આવી રહ્યા છે. શહેરીજનો નદી કિનારા પર હળવી કસરત કરી રહ્યા છે જ્યારે કોલેજીયન વિદ્યાર્થીઓ મૌજ મસ્તી કરી રહ્યા છે. નદી કિનારા પર સવારમાં રોજ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. પાસે જ કોલેજ હોવાના કારણે કોલેજના વિદ્યાર્થીઓ અહી આવી જાય તે સ્વાભાવીક છે. પરંતુ કોલેજમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અહી આવવાનું ટાળી રહ્યા છે અને કોલેજ કેમ્પસમાં જ રહેવાનું પસંદ કરે છે. આવો જ એક વિદ્યાર્થી એટલે સંજય. આમ તો સંજય મોટા ભાગે ક્લાસરૂમમાં જ હોય અને નવરાશના સમયે રમતના મેદાનમાં જ હોય. સંજયને રમતના મેદાનમાં હરાવવો બધા માટે મુશ્કેલ છે. પરંતુ કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ હિના નામની વિદ્યાર્થીનીને સંજયને હરાવવા માટે પ્રેરીત કરી રહ્યા છે. હિના પણ ભણવાની સાથે રમત ગમતમાં હંમેશા અવ્વલ આવી રહી છે. સંજય અને હિના વચ્ચે હજુ સુધી ક્યારે પણ રમતના મેદાનમાં સીધી ટક્કર નથી થઇ. કોલેજમાં એવી વાત ફેલાવવામાં આવી રહી છે કે, સંજય અને હિના વચ્ચે દૌડની સ્પર્ધા થશે. પરંતુ સંજયને આ વાતની જ્યારે જાણ થાય છે ત્યારે તે પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. કેમ કે કોલેજમાં તો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વચ્ચે અલગ અલગ રમત સ્પર્ધાઓ યોજાય છે. હિના સંજયને હરાવવા માટે મેદાનમાં સખત મહેનત કરી રહી છે. તો બીજી બાજુ સંજયને આ અંગે કોલેજમાંથી કોઇ સત્તાવાર જાણ કરવામાં આવેલ ન હોવાથી તે સ્પર્ધા અંગે કાઇ વિચારતો નથી અને પોતાના નિત્યક્રમ મુજબ અભ્યાસની સાથે રમતના મેદાનમાં પણ જોવા મળી રહ્યો છે. હિનાને જ્યારે જાણવા મળે છે કે તેની અને સંજય વચ્ચે સ્પર્ધાની માત્ર વાતો ચાલી રહી છે અને કોલેજ સત્તાવાળાઓ દ્વારા કોઇ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ નથી ત્યારે તે ખુબ જ નિરાશ થઇ જાય છે. આવા સમયે સંજય હિનાની પાસે આવે છે અને કહે છે કે, ચાલ આપણે બન્ને કોલેજમાં જઇને સ્પર્ધા માટે મંજુરી માંગીએ. આ સાંભળતાની સાથે જ હિના તૈયાર થઇ જાય છે અને સંજયની સાથે કોલેજમાં આવે છે. પરંતુ હિનાને સંજયની સાથે કોલેજમાં આવતી જોઇને કેટલાક વિઘ્નસંતોષી લોકોના પેટમાં તેલ રેડાય છે. હિના અને સંજય કોલેજના આચાર્યને મળે છે અને દૌડની સ્પર્ધાની વાત કરે છે. કોલેજ દ્વારા સત્તાવાર રમતની સ્પર્ધાની જાહેરાત કરતા હિના ખુબ જ ખુશ થઇ જાય છે. હિના સંજયનો આભાર વ્યક્ત કરે છે અને ફરીથી રમતના મેદાનમાં પહોચી જાય છે. સંજય હિનાના ચહેરા પર જોવા મળેલ ખુશીઓ જોઇને ખુશ થઇ જાય છે અને સંજયના મનમાં હિનાનો હસતો ચહેરો વસી જાય છે.
   જેમ જેમ રમતની સ્પર્ધાનો દિવસ નજીક આવતો જાય છે તેમ તેમ કોલેજમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યુ છે. કોલેજના તમામ વિદ્યાર્થીઓ સંજય અને હિના વચ્ચે થનારી રમતની સ્પર્ધાની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. રમતની સ્પર્ધા પહેલા સંજય જ્યારે હિનાને મળે છે ત્યારે હિના કહે છે કે, સંજય આજ સુધી ભલે તું અપરાજીત રહ્યો છુ પરંતુ આ વખતે તારી હાર નિશ્ચિત છે. તારે દોડવું હોય તેટલુ ઝડપથી દોડજે પણ પ્રથમ તો હું જ આવીશ. આ સાંભળીને સંજય કહે છે કે, રમતનું પરીણામ તો તે દિવસે જ ખબર પડશે અને જે વધુ સારૂ રમશે તે જીતશે. આપણે અત્યારથી ખોટી ચિંતા ન કરવી જોઇએ. હિનાએ કહ્યુ કે, મને મારી કોઇ ચિંતા નથી પરંતુ તારી ચિંતા થઇ રહી છે એટલે તને સાવચેત કરી રહી છું. હિના સંજયને હરાવવા માટે મહેનત કરી રહી છે ને સાથે અતિ આત્મવિશ્વાસ વ્યક્ત કરી રહી છે. તેમ છતાં પણ સંજય શાંત રહે છે અને કોઇ પ્રતિઉત્તર આપતો નથી. સંજય પણ મેદાનમાં પહોંચી જાય છે અને સખત મહેનત કરવાની શરૂ કરે છે. સ્પર્ધાના એક દિવસ પહેલા સંજય હિનાને મળવા માટે જઇ રહ્યો હોય છે ત્યારે તે કોલેજના જ કેટલાક લોકોને હિનાની સાથે જુએ છે. સંજય જુએ છે કે, હિનાને કેટલાક વિદ્યાર્થીઓ ઉશ્કેરી રહ્યા છે અને જો હિના સ્પર્ધામાં હારી જાય તો કોલેજનો અભ્યાસ છોડી દેશે તેવું સંજયને લાગે છે. પછી સંજય હિનાને મળવા નથી જતો અને ફરીથી મેદાનમાં પહોંચી જઇને તૈયારીઓ શરૂ કરી દે છે. બીજા દિવસે વહેલી સવારમાં મેદાનની બહાર કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં પોહોંચી જાય છે અને થોડીવારમાં જ સંજય તથા હિના મેદાનમાં આવે છે. બન્નેને જોતાની સાથે જ વિદ્યાર્થીઓ ઉત્સાહમાં આવીને જયઘોષ કરવા લાગે છે. સંજય અને હિના ટ્રેક પર આવે છે અને હાથ મિલાવીને એકબીજાની સામે જોઇને મંદમંદ હસે છે. ૮૦૦ મીટર દોડની સ્પર્ધા શરૂ થાય છે અને શરૂઆતથી જ સંજય આગળ રહે છે પરંતુ છેલ્લા રાઉન્ડમાં હિના સંજયન…

Related posts

POEM

aapnugujarat

ડૉ. બાબાસાહેબ આંબેડકર : ગાંધીજી તથા સરદારનો સંયુક્ત નિર્ણય

aapnugujarat

EVENING TWEET

aapnugujarat

Leave a Comment

UA-96247877-1