Aapnu Gujarat
શિક્ષણ

ખોડા પ્રા. શાળામાં વિખવાદનાં કારણે બીજા દિવસે શાળા બંધ

બનાસકાંઠા જિલ્લાનાં કાંકરેજ તાલુકાના ખોડા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જગમાલભાઇ જોષી અને દશરથભાઈ ચૌધરી વચ્ચે તાજેતરમાં ઘર્ષણ થવા સહિત ઝઘડો થવાનો મામલો સર્જાયો હતો જેમાં આવેદનપત્રો આપવા સહિત પોલીસ ફરિયાદ થવાની ઘટના બનવા પામી હતી. બીજી તરફ આ બંન્ને શિક્ષકોથી ત્રસ્ત ગામ લોકોએ પોતાના બાળકોના ભવિષ્યનું ધ્યાન લઇ ૩૧ ડિસેમ્બરે ઉપરોક્ત બંને શિક્ષકોની બદલી કરવાના મુદ્દે ખોડા પ્રગાર કેન્દ્ર શાળાને તાળાબંધી કરી હતી. જોકે ગામ લોકોના જણાવ્યા અનુસાર ઉપરોક્ત બંને શિક્ષકો છેલ્લાં ઘણાં લાંબા સમયથી શાળામાં ઝઘડતા હતાં.
આ બંને શિક્ષકોને વાલીઓ તેમજ ગામ લોકો દ્વારા અવાર-નવાર સમજાવટ કરવાં છતાં આ બંન્ને શિક્ષક નહીં સમજતાં તેમનાં વચ્ચે વારંવાર ઝઘડા થતા હતાં જેની અસર બાળકોના શિક્ષણ કાર્ય ઉપર વર્તાતી હોવાથી ગામ લોકો દ્વારા ન્યાયના હિતમાં બંને શિક્ષકોની બદલી કરવા તાલુકા કક્ષાએ શિક્ષણ વિભાગને લેખિતમાં જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું જેમાં ગામ લોકોની ન્યાય માટે માંગ નહીં સંતોષાય તો ન્યાયના હિતમાં ગામ લોકો ને શાળાને તાળાબંધી રાખવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. ગામ લોકોની રજુઆત છતાં તાલુકાના જવાબદાર તંત્ર દ્વારા કોઇ જ પગલાં નહીં લેવાતાં અંતે ગામ લોકો તેમજ બાળકોના વાલીઓ દ્વારા ગત રોજ મંગળવારનાં રોજ બંને શિક્ષકોની બદલી કરવાની માંગ સાથે શાળાને તાળાબંધી કરી હતી અને જ્યાં સુધી ઉપરોક્ત બંને શિક્ષકોની બદલી નહીં થાય ત્યાં સુધી શાળાને તાળાબંધી મુક્ત નહીં કરાય તેવી ગામ લોકો દ્વારા ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ, બનાસકાંઠા)

Related posts

બોર્ડ પરીક્ષાની હોલ ટિકિટો સુધારવા માટે મહેતલ અપાઈ

aapnugujarat

ડીપીએસ ઈસ્ટ દ્વારા ‘ગ્રીનેથોન’નું આયોજન

aapnugujarat

કડીની એમ.એન.પ્રાથમિક શાળામાં સમાજ દર્શન ઉત્સવ ઉજવાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1