Aapnu Gujarat
ગુજરાત

ભારજ નદીમાં ચાલતી ગેરકાયદેસ રેતી ખનનની પ્રવૃત્તિઓ

પાવી જેતપુર તાલુકા નજીક આવેલી ભારજ નદીમાંથી ગેરકાયદેસર રસ્તો બનાવી રેતી ખનન માફિયાઓ રેતીની ગાડીઓ રાત દિવસ પસાર થાય છે તેમ છતાં પણ રેલવે તંત્ર તેમજ માર્ગ-મકાન વિભાગના કર્મચારીઓ આંખ આડા કાન કરી રહ્યાં છે.
છોટાઉદેપુર જિલ્લામાં ઓરસંગ નદી તેમજ ભારજ નદીમાં સફેદ રેતીનું રણ જેવું ખનીજ હોવાના કારણે બહારથી આવેલા રેતી ખનન માફિયાઓ જેવા કે સુરત, રાજકોટ જેવા સૌરાષ્ટ્રમાંથી આવીને આદિવાસી ભોળી પ્રજાને ગેરમાર્ગે દોરીને રેતી ખનન કરવાનો ધંધો ચલાવી રહ્યા છે ત્યારે છોટાઉદેપુર ખાણ ખનીજ વિભાગ તેમજ સ્થાનિક લાગતા વળગતા સરકારી તંત્રના કર્મચારીઓ પણ જાણે અજાણે હોય તેવી જ રીતે રેતી ખનન માફિયાઓને છુટો દોર મળી ગયો હોય તેમ આડેધડ રીતે રેતી ખનન કરી રહ્યા છે.
મોટી રાસલી ગ્રામ પંચાયત અને સિંહોદ, સિથોલ જેવી ગ્રામ પંચાયતોની હદ વચ્ચે આવેલી ભારજ નદીમાં સફેદ રેતીનું આડેધડ નિકંદન થઈ રહ્યું છે ત્યારે ભારજ નદી ઉપર આવેલા રેલવે બ્રિજ તથા ભારદારી વાહનો માટેનો રાષ્ટ્રીય ધોરીમાર્ગનો પુલની નીચે પરવાનગી વગર જ રેતી ભરેલી ગાડીઓ પસાર થઇ રહી છે જેમાં રેલવે તંત્ર તેમ જ માર્ગ મકાન વિભાગ જરૂરી કાર્યવાહી કરે આજુબાજુના ગામવાસીઓ માંગ કરી રહ્યા છે અને રેલવેનાં પુલ નીચે બનાવેલા રસ્તાને રોકવા માટે રેલવે કર્મચારીઓ નિષ્ફળ હોય તેમ જણાઈ રહ્યું છે.
(તસવીર / અહેવાલ :- ઈમરાન મનસુરી, બોડેલી)

Related posts

વડોદરામાં સેક્સ રેકેટ ઝડપાયું

aapnugujarat

નાગપુરના યુવાનને કિન્નર બનાવવાનો કારસો,ભાગીને પહોંચ્યો સુરત

aapnugujarat

સી પ્લેન માટે વોટર એરોડ્રામ બનાવવાની કવાયત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1