Aapnu Gujarat
રમતગમત

કન્ફડરેશન કપ : પોર્ટુગલ-મેક્સિકો વચ્ચે મેચ ડ્રો રહી

ફિફા કન્ફડરેશન કપમાં ગ્રુપ એની મેચમાં પોર્ટુગલ અને મેક્સિકો વચ્ચેની મેચ ૨-૨ ગોલથી ડ્રો થઇ હતી. જ્યારે શક્તિશાળી ચીલીએ કેમરૂન પર ગ્રુપ બીની એક મેચમાં ૨-૦થી જીત મેળવી હતી. આની સાથે જ ચીલીએ શાનદાર શરૂઆત કરી હતી. પોર્ટુગલની ટીમ જીત મેળવી શકી ન હતી. વર્તમાન ચેમ્પિયન બ્રાઝિલ આશ્ચર્યજનકરીતે આ વખતે ક્વાલીફાઇડ કરી શક્યું નથી. ૨૦૦૫, ૨૦૦૯ અને ૨૦૧૩માં કન્ફડરેશન કપ જીતનાર બ્રાઝિલ આ વખતે મેદાનમાં ઉતરનાર નથી. ૧૯૯૫ બાદ પ્રથમ વખત બ્રાઝિલની ટીમ ક્વાલીફાઈડ કરી શકી નથી. ૨૦૧૫ કોપા અમેરિકાની ક્વાર્ટર ફાઇનલમાં બ્રાઝિલની પરાગ્વે સામે પેનલ્ટીમાં હાર થઇ હતી. આ ટુર્નામેન્ટ માટે ક્વાલીફાઇડ થયેલી ટીમોમાં રશિયા, જર્મની, ઓસ્ટ્રેલિયા, ચીલી, મેસ્કિકો, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને કેમરુનનો સમાવેશ થાય છે. ગ્રુપ એમાં રશિયા, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ અને મેેક્સિકોની ટીમ છે જ્યારે ગ્રુપ બીમાં કેમરુન, ચીલી, ઓસ્ટ્રેલિયા અને જર્મની જેવી ટીમો છે. આ કન્ફડરેશન કપમાં વિજેતા ટીમને ૫૦૦૦૦૦૦ ડોલર મળનાર છે.રશિયામાં પ્રથમ વખત આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ છે. યુરોપિયન પેટાખંડમાં ત્રીજી વખત કન્ફડરેશન કપનું આયોજન થયું છે. યજમાન દેશ હોવાથી રશિયા આ ટુર્નામેન્ટ માટે ઓટોમેટિકરીતે ક્વાલીફાઇડ થયું છે. ગ્રુપ તબક્કામાં દરેક ટીમ ચારના ગ્રુપમાં ત્રણ મેચ રમશે અને વિજેતા અને રનર્સઅપ નોકઆઉટમાં એકબીજાનો સામનો કરશે. નોકઆઉટ સ્પર્ધામાં ચાર ટીમો સિંગલ ઇલિમિનેશન મેચમાં ભાગ લેશે. ત્યારબાદ સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રમાશે. ત્રીજા સ્થાન માટેની મેચ સેમિફાઇનલમાં હારના બે ટીમો વચ્ચે રમાશે. યજમાન રશિયાએ તેની પ્રથમ મેચમાં ન્યુઝીલેન્ડ પર ૨-૦થી જીત મેળવી શાનદાર શરૂઆત કરી દીધી છે. રશિયા હવે બુધવારના દિવસે તેની આગામી મેચ પોર્ટુગલ સામે રમશે. કન્ફડરેશન કપ શરૂ થયા બાદ બીજી જુલાઈ સુધી ચાલશે.રશિયામાં આ વખતે આયોજન કરવામાં આવ્યુ છે જેથી રશિયાના ફુટબોલ ચાહકો રોમાંચમાં ડુબી ગયા છે. કન્ફડરેશન કપની મેચો ચાર જુદા જુદા મેદાનો ઉપર રમાઇ રહી છે. જે ચાર શહેરોમાં મેચો રમાઇ રહી છે તેમાં સેન્ટ પિટર્સબર્ગ, મોસ્કો, કઝાન અને સોચીનો સમાવેશ થાય છે.પ્રતિષ્ઠિત જંગમાં હજુ સુધી ત્રણ મેચો રમાઇ છે. જે રોમાંચક રહી છે.

Related posts

एंड्रयू फ्लिंटॉफ ने कहा, मैं इंग्लैंड का कोच बनना चाहूंगा

aapnugujarat

આઇપીએલ-૧૧ હરાજી : બીજા દિવસે જયદેવ સૌથી મોંઘો ખેલાડી

aapnugujarat

England can win T20 World Cup next year : Jofra

aapnugujarat

Leave a Comment

UA-96247877-1