Aapnu Gujarat
રાષ્ટ્રીય

સ્વિસ બેંકમાં ભારતીયોના ૮૩૯૨ કરોડ રૂપિયા

અન્ય દેશોના મુકાબલે ભારતના લોકોના સ્વિસ બેંકમાં ઘણા ઓછા પૈસા છે. આ કહેવું છે સ્વિત્ઝર્લેન્ડના પ્રાઇવેટ બેંકર્સના એક ગ્રુપનું. તેમનું માનવું છે કે સ્વિસ બેંકમાં ભારતીયો કરતા સિંગાપુર અને હોંગકોંગ જેવા ફાયનાન્શિયલ હબના પૈસા વધુ છે. તાજેતરના આંકડાઓને માનીએ તો સ્વિસ બેંકમાં ભારતીયોના માત્ર ૧.૨ બિલિયન ફ્રેન્ક (લગભગ ૮૩૯૨ કરોડ રૂપિયા) છે. આ આંકડો ૨૦૧૫ના અંત સુધીનો છે.થોડા દિવસ અગાઉ જ સ્વિત્ઝર્લેન્ડે એઈઓઈ (ઓટોમેટિક એક્સચેન્જ ઓફ ઇન્ફર્મેશન)નો વાયદો કર્યો હતો જેના અંતર્ગત સંબંધિત દેશોને એના નાગરિકો દ્વારા જમા કરાયેલા પૈસાની જાણકારી આપવામાં આવશે. આ નિર્ણયમાં ભારત સહિત અન્ય ૪૦ દેશો પણ સામેલ થશે, પરંતુ જીનિવા સ્થિત એસોસિયેશન ઓફ સ્વિસ પ્રાઇવેટ બેંકે જણાવ્યું હતું કે એને ભારત અંગે કોઈ ચિંતા નથી, કારણ ત્યાં કાયદાનું યોગ્ય રીતે પાલન થઈ રહ્યું છે. એસોસિયેશનના મેનેજર જૈન લેંગોએ જણાવ્યું કે સ્વિત્ઝર્લેન્ડમાં રહેતા ભારતીયોના પૈસા ઘણાં ઓછાં છે અને સિંગાપુર અને હોંગકોંગ ઘણાં આગળ છે.સ્વિટ્‌ઝરલેન્ડે ભારત અને અન્ય ૪૦ દેશોને બેંક કે નાણાંકીય ખાતાની માહિતીની આપોઆપ આદાન-પ્રદાન પ્રક્રિયાને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરીને પગલે શંકાસ્પદ કાળા નાણાં અંગેની માહિતીની તત્કાળ આપલે થઈ શકશે. જોકે સ્વિસ સરકારે કહ્યું છે કે ભારત અને અન્ય દેશોએ પણ ગોપનીયતા અને ડેટા સિક્યોરિટીનું કડકપણે પાલન કરવું પડશે. ઓટોમેટિક ઇન્ફર્મેશન શેરિંગની આ પ્રક્રિયાનો ૨૦૧૯થી પ્રારંભ થશે. આ મંજૂરીને પગલે વિદેશમાં પડેલાં કાળા નાણાંને દેશમાં લાવવા મોદી સરકારને મદદ મળશે. સ્વિસ ફેડરલ કાઉન્સિલે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૮માં ઓટોમેટિક ઇન્ફર્મેશન શેરિંગ પ્રોટોકોલનો અમલ શરૂ થશે અને ડેટાના પ્રથમ સેટનું ૨૦૧૯માં આદાન-પ્રદાન થશે. કાઉન્સિલે આ તારીખોની જાહેરાત કરી છે અને તેના અમલ માટે રેફરન્ડમની આવશ્યકતા નહીં રહે. વર્ષ ૨૦૧૯માં માહિતી આપલે કરવાની શરૂઆત કરતાં પહેલાં કાઉન્સિલ તે બાબતની ચકાસણી કરશે કે ભારત અને અન્ય દેશો જ્યુડિશિયલ ગોપનીયતા અને ડેટા સિક્યોરિટીના માપદંડો જાળવે છે કે નહીં.

Related posts

પાંચ-પાંચ પેઢી સુધી રાજ કર્યું પરંતુ કોંગ્રેસે ગરીબો માટે કંઇ ન કર્યું : અમિત શાહ

aapnugujarat

બાબુલ સુપ્રિયોએ રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા જોકર ગણાવ્યા

aapnugujarat

જીએસટી લાગુ કરવાનો નિર્ણય : ટ્રેનોમાં ફુડ-બેવરેજ સપ્લાય પર રાહત ન અપાઈ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1