સ્ટોક ફુલ હોવા છતાં માનવ સંસાધન મંત્રાલયે તુવેર દાળને મિડ ડે મીલ અને કોલેજ હોસ્ટેલના મેન્યુમાં સામેલ કરવાનો ઈન્કાર કરી દિધો છે. ફુડ કન્ઝ્યૂમર અફેયર્સ મિનિસ્ટ્રીએ તુવેર દાળ મેન્યુમાં સામેલ કરવા માટે મંત્રાલયને પત્ર લખ્યો હતો.હાલમાં જ થયેલી એક મીટિંગમાં હાઈ લેવલ એજ્યુકેશન ઓફિશિયલ્સે કન્ઝ્યૂમર અફેયર્સ ડિપાર્ટમેન્ટને ઓફિશિયલ્સને કહ્યું હતું કે, “ હોસ્ટેલ્સના મેસનું મેન્યુ સરકાર અને એડમિનિસ્ટ્રેશન નક્કી ન કરી શકે. આ સ્વતંત્રરૂપથી વિદ્યાર્થીઓ જ નક્કી કરે છે.”
ઓફિશિયલે કહ્યું સેન્ટ્રલ ગર્વમેન્ટે મિડ ડે મીલમાં પ્રાઈમરી સ્કૂલના બાળકો માટે ૪.૧૩ રૂપિયા અને અપર પ્રાઈમરી સ્ટૂડન્ટ માટે ૬.૧૮ રૂપિયા નક્કી કર્યા છે.ત્યારે જો તુવેર દાળ માટે વધુ રકમ ચુકવવમાં આવે તો અન્ય ચીજો પર સમજૂતી કરવી પડે શકે છે.ગત વર્ષે તુવેર દાળની કિંમત ૧૮૦ રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યા પછી કેન્દ્રએ આ વખતે સાવધાની રાખી છે.
સંગ્રહખોરીને કારણે ભાવ વધવાની આશંકાને જોતા સરકારે એજન્સીઓને દાળનો સ્ટોક કરવાની સલાહ આપી હતી.જે અંતર્ગત આ વર્ષે દાળનો સ્ટોક પર્યાપ્ત છે અને તુવેર દાળની કિંમત ૫૦થી ૭૦ રૂપિયા પ્રતિ કિલો સુધી જોવા મળી છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ