Aapnu Gujarat
બિઝનેસ

સોના ચાંદીના ભાવમાં આવ્યો બદલાવ, જાણો થોડોક નવા રેટ્સ

આંતરરાષ્ટ્રિય માર્કેટમાં સોના તથા ચાંદીના ભાવમાં વધારાની અસર ઘરેલૂ માર્કેટ પર દેખાઈ રહી છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગુરુવારે 10 ગ્રામ સોનાનો ભાવમાં સામાન્ય 15 રૂપિયાનો વધારો નોધવામાં આવ્યો છે. જ્યારે ચાંદીનાં ભાવમાં 50 રૂપિયે પ્રતિ કિલોગ્રામ સુધીનો વધારો થયો છે. એક્સપર્ટનાં કહ્યા પ્રમાણે, આંતરરાષ્ટ્રિય સ્તર પર ટ્રેડ વોર અને હોંગ કોંગ અંગે ચિંતાઓ વધવાથી રોકાણકારો ફરી એક વખત સોનામાં રોકાણ તરફ વળ્યા છે. તેથી સોનાનાં ભાવમાં નિચલા સ્તરે સપોર્ટ મળી રહ્યો છે.

સોનાનો નવો ભાવ- દિલ્હીમાં 10 ગ્રામ સોનાનો ભાવ 38,980થી થોડોક વધીને 38,995 રૂપિયા સુધી પોહચી છે. બુધવારે દિલ્હી સરાફા બજારમાં સોનાનાં ભાવમાં 225 રૂપિયા વધારો થયો હતો. તે સમયે સોનાનો ભાવ 38,715 હતો. જ્યારે મંગળવારે સોનાનો ભાવ 38,490 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાયો હતો.

જ્યારે ચાંદીનો ભાવ- સોનાની જેમ ચાંદીમાં પણ નોર્મલ 50 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો છે. એક કિલો ચાંદીનોભાવ 45,676થી વધીને 45,726 રૂપિયા થઇ ગઇ છે. બુધવારે ચાંદીનાં ભાવ 45,040 રૂપિયાથી એકદમ વધીને 45,480 પ્રતિ કિલોગ્રામ થઇ ગયા હતાં.

કેમ થયો સોનાનાં ભાવમાં વધારો- HDFC સિક્યોરિટીનું માનવું છે કે, ગ્લોબલ બજારમાં ફરીથી અનિશ્ચિતતા વધી ગઇ છે. તેથી ભાવમાં પણ વધારો કરવો આવશ્યક છે. જોકે, ઘરેલૂ માર્કેટમાં રૂપિયો મજબૂત થવા પર સોનાનાં ભાવમાં સામાન્ય જ વધારો નોંધાયો છે.

Related posts

ફિચે ૨૦૧૯-૨૦માં ભારતનો જીડીપી દર સાત ટકાથી ઘટાડી ૬.૮ ટકા કર્યો

aapnugujarat

Sensex drop by 306 pts to 38,031.13 at close

aapnugujarat

દિગ્ગજ કંપનીઓમાં નવી ભરતીમાં ૩૫૦ ટકાની વૃદ્ધિ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1