Aapnu Gujarat
મનોરંજન

લતા મંગશકર ના નિધનના સમાચાર થાય વાઇરલ, પરિવારે કહ્યું : લતાજી સ્વસ્થ છે

ભારતના મ્યુઝિક સમ્રાટ સમાન તથા ભારત રત્નથી સમ્માનિત ગાયિકા લતા મંગેશકર બાબતે સોશિયલ મીડિયા ઉપર સમાચાર વધુ પ્રમાણમાં વાયરલ થયા હતા. જોકે, આ અંગે પરિવારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું. સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરના નિધનને લઈને વધુ અફવાઓ વાઇરલ થઇ છે. પરંતુ, લતા મંગેશકરના પરિવારને કહ્યું હતું કે ‘આવી વિવિધ પ્રકારની અફવાઓ આવી રહી છે પરંતુ લતાજીનું સ્વાસ્થ્ય સારું છે. ડૉક્ટર તેમની દેખરેખ પણ રાખી રહ્યા છે.’

પરિવારના લોકોએ આગળ કહેતા કહ્યું હતું કે, ‘કોઈપણ પરિવાર પોતાના ઘરવાળાઓને બીમારીમાં હોસ્પિટલથી ઘરે લઈ જઈ શકતો નથી. કેમ સારી સારવાર તો હોસ્પિટલમાં જ થાય. અમારો પૂરતો પ્રયાસ રહેશે કે લતાજી સારા સ્વસ્થ્ય થઈને પાછા ઘરે જાય. મીડિયાને અપીલ છે કે લતાજીનું સન્માન કરે અને અફવાઓ ન ફેલાવે.’

આ સિવાય લતા મંગેશકરની સંપૂર્ણ ટીમે પણ તેમના તબિયતને લઇને સ્ટેટમેન્ટ રજૂ કરી દીધું છે કે તેમની હાલત સ્થિર છે. તેમનું સ્વાસ્થ્ય વધુ સુધારામાં આવી રહ્યું છે. સમાચાર એજન્સી એએનઆઈ ઉપર જાહેર કરેલા નિવેદનમાં અફવા ન ફેલાવવા માટે કહ્યું છે. બીજી બાજુ ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરે પણ તલા મંગેશકરની હાલત વધુ સ્થિર હોવાનું જણાવતા અફવાઓ ન ફેલાવવાની જાહેરાત કરી છે.

આનાથી વધુ વિપરીત સોશિયલ મીડિયા ઉપર લતા મંગેશકરને લઇને વિવિધ પ્રકારની અફવાઓનો રાફડો ફાટ્યો છે. સોશિયલ મીડિયા ઉપર લોકો લતા મંગેશકરને લોકો શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે.

જાણવા મળ્યું છે કે, 11 નવેમ્બરના દિવસે સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરને મુંબઈને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં આઈસીયુમાં એડમીટ કરવામાં આવ્યા છે. લતામંગેશકરને લગભગ બે વાગ્યે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. શ્વાસ લેવામાં તકલીફના લીધે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 28 સપ્ટેમ્બરે આ ગાયિકા 90 વર્ષના થયા છે.

Related posts

સાઉથમાં સૌથી વધુ ફી મેળવનારી પહેલી બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, જાણો દીપિકાની આગામી ફિલ્મ વિશે

editor

बॉलीवुड में जाने की पहले से कोई योजना नहीं थी : निकिता दत्ता

aapnugujarat

बांबे हाई कोर्ट ने पायल घोष से पूछा

editor

Leave a Comment

UA-96247877-1