Aapnu Gujarat
મનોરંજન

જંગલમાં શૂટિંગમાં સમયે હાથી આવ્યો, ઍક્ટર પોતાનો જીવ બચાવીને ભાગ્યો

‘લાઈટ કેમેરા એક્શન’… શૂટિંગ સમયે ક્યારેક એવી ઘટનાઓ બનતી રહેતી હોય છે જેના કારણે રમૂજ ઊભું થતું હોય તો ક્યારેક ગંભીર સમસ્યા પણ બની જતી હોય છે. આવી જ એક ઘટના બંગાળી ફિલ્મ ‘સ્યૂડોબેશી-2’નું શૂટિંગ શરું થયું છે. શૂટિંગનો આધાર જંગલમહાલ, ઝારગ્રામનો વાંસ ફ્લોર છે.

બંગાળનો કોમેડી કલાકાર કંચન મલ્લીક તથા બીજા કલાકારોનું રેલવે સ્ટેશનની નજીકમાં જંગલ વિસ્તારમાં શૂટિંગ ચાલતું હતું. હિરણ મુખ્ય પાત્ર છે. પરંતુ તે દિવસે તે હાજર ન્હોતો. કંચન મલ્લિક અને બીજા કલાકારો પ્લે કરી રહ્યા હતા. પરફોર્મન્સ શરુ થયાના થોડા સમયમાં ગજરાજ (હાથી)  આવી પોચ્યો હતો.

ઓચિંતો ત્યાં હાથી આવી જતા બધાજ અભિનેતા અને ટીમને જીવ બચાવીને ભાગવાની ફરજ પડી હતી. શૂટિંગ સમયે જ ભાગદોડ મચી ગઈ હતી. કલાકારો અને બીજા સ્ટાફ જ્યાં જગ્યા મળી ત્યાંથી ભાગ્યા હતા. હાથી આવી ચડતા થોડા સમય માટે શૂટિંગ એરિયામાં હો હલ્લાનો માહોલ બની ગયો હતો.

ત્યારપછી સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને સ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સિવાય જગંલ ખાતાના અધિકારીઓ પણ ઘટના સ્થળે આવ્યા હતા. સ્થાનિક લોકો આવતા હાથી જંગલમાં જતો રહ્યો હોવાની માહિતી પણ મળી રહી છે. વધુ મળતી માહિતી અનુસાર આ ઘટના સોમવારે સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. હાથી આવ્યાની ઘટના પછી શૂટિંગ થોડા સમય માટે શૂટિંગ બંધ કરવાની ફરજ પડી હતી.

Related posts

હવે ધડકનની રિમેક ફિલ્મ બનવી જ જોઇએ : શિલ્પા

aapnugujarat

મમતા કુલકર્ણીની ૨૦ કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરાશે

aapnugujarat

KBC પછી બચ્ચન એકદમ બદલાઈ ગયા : અંજન શ્રીવાસ્તવ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1