Aapnu Gujarat
સ્વસ્થતા

ફક્ત 6 અઠવાડિયામાં જ આ રીતે સંપૂર્ણ દૂર કરો કમરનો દુખાવો, જાણો એક ક્લિક પર

આ ઝડપી જીવનમાં આપણને શરીરને લગતી એટલી નાની-મોટી સમસ્યા થઈ જાય છે, જેની તેજ સમયે સારવાર ન કરાવતા આ સમસ્યા વધતી જ જાય છે. ખભાનો દુખાવો, કમરનો દુખાવો, સાંધાનો દુખાવો વગેરે પ્રકારની સમસ્યાઓ આપણને સંપૂર્ણ રીતે ઘેરી લે છે. જેના લીધે આપણને રોજિંદા જીવનમાં ઘણી તકલીફોને સામનો પણ કરવો પડી શકે છે. ત્યારે આવો જાણીએ આ પ્રયોગ શું કહી રહ્યું છે?

તમે એક્યુપ્રેશરનું નામ તો ક્યાંક ને ક્યાંક સાંભળ્યું જ હશે. અને તેના ફાયદા વિશે પણ ઘણી વખત સાંભળ્યું હશે.એક્યુપ્રેશર કરવાના બહુ ફાયદા છે. એક્યુપ્રેશર કરવાથી કમરના દુખાવામાં રાહત મળે છે. પેઈન મેડિસીન નામની જર્નલમાં છપાયેલા થયેલાં એક રિસર્ચમાં આ વાત સાબિત થઈ છે. આ પ્રયોગમાં આશરે 70 લોકોને સમાવેશ કરવામાં આવ્યા જેઓ કમરના દુખાવાથી પીડિતા હતા. આ બધા જ લોકોને જુદા જુદા 3 ભાગમાં વહેંચવામાં આવ્યા. હળવું એક્યુપ્રેશર, ભારે એક્યુપ્રેશર અને રોજિંદી સારસંભાળ કરવા માટે એ પ્રમાણે વહેંચવામાં આવ્યા. તેમાના એક જૂથને દરરોજ લગભગ 30 મિનિટ સુધી હળવા એક્યુપ્રેશર પોઈન્ટ લેવા માટે કહેવામાં આવ્યું હતું. 6 અઠવાડિયા સુધી આ બધા જ લોકોને એક્યુપ્રેશર કરાવવામાં આવતું હતું અને તેની તેમના કમરના દુખાવામાં પડતી અસરનું નિરીક્ષણ કરવામાં આવતું હતું. રિસર્ચમાં સાબિત થયું કે બીજા જૂથોના લોકો કરતાં એક્યુપ્રેશર કરતાં લોકોમાં કમરનો દુખાવો ઓછો જોવા મળ્યો હતો. આ રિસર્ચના લીડ ઓથર સુઝેન મર્ફી જણાવે છે કે, એક્યુપ્રેશર એ એક્યુપન્ક્ચર જેવું જ છે તેમાં સોયના બદલે આંગળી વડે પ્રેશર આપવામાં આવે છે.

જો તમને ઉંઘ ન આવવાની તકલીફ હોય તો તમારે એક્યુપ્રેશરની હેલોથી ચોક્કસથી લેવી જોઈએ. કેમ કે હળવા એક્યુપ્રેશરની મદદથી અનિદ્રાની બીમારીમાં પણ રાહત મળે છે. આ રિસર્ચના રીઝલટ પરથી જાણવા મળ્યું કે કમરના દુખાવાની ઉપચાર માટે નોન-ફાર્માકોલોજિકલ વિકલ્પ વધુ સારો પુરવાર થઈ શકે છે.

Related posts

શું તમને પણ વધુ છીંકો આવે છે, તો આ લેખ તમારા માટે જ છે, જાણો કેવી રીતે મેળવશો છીંકથી રાહત

aapnugujarat

ગુજરાતની મુલાકાતે આવેલા WHOના વડા ડૉ. ટેડ્રોસને નવી ઓળખ મળી, વડાપ્રધાન મોદીએ આપ્યું ગુજરાતી નામ ‘તુલસીભાઈ’, હાજર સૌ હસી પડ્યા

aapnugujarat

New York’s first women-only boxing club is here

aapnugujarat

Leave a Comment

UA-96247877-1