Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતના વિકાસમાં સિંધી સમાજના યોગદાનને બિરદાવતા ખેલ રાજ્યમંત્રી : સિંધુ દર્શન યાત્રાના પ્રવાસીઓને આપી વિદાય

ખેલ રાજ્ય મંત્રીશ્રી રાજેન્દ્ર ત્રિવેદીએ વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં. ૭ પરથી વડોદરા સિંધી સમાજના, પવિત્ર સિંધુ દર્શન યાત્રામાં જોડાયેલા યાત્રાળુઓને આસ્થાસભર વિદાય આપી હતી. પ્રવાસીઓ પણ ખેલ રાજ્યમંત્રીશ્રીના સૌજન્યથી અભિભૂત થઇ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દર વર્ષે જમ્મુ કાશ્મીરના લેહ-લદ્દાખમાં ખૂબ જ પવિત્ર ગણાતી સિંધુ દર્શન યાત્રા યોજાય છે. આ યાત્રા સાથે સિંધી સમાજની ભાવના અને પ્રબળ શ્રધ્ધા જોડાયેલી છે. સિંધી સમાજ આ યાત્રામાં સરળતાથી જોડાઇ શકે તે માટે રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગે, પ્રવાસી દીઠ રૂા. ૧૫ હજારનો પ્રોત્સાહક ફાળો આપ્યો છે. આજે આ યાત્રા માટે સિંધી સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ૫૬ યાત્રાળુઓને વિદાય આપવામાં આવી છે.

ગુજરાતમાં ખાસ કરીને વેપાર-વાણિજ્યના અને તે સહિત વિવિધ ક્ષેત્રોના વિકાસમાં સિંધી સમાજનું મોટું યોગદાન છે અને આ સમાજ સવાયો ગુજરાતી બની રહ્યો છે એવી લાગણી વ્યક્ત કરતાં ખેલ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે, એક નવી પહેલના રૂપમાં અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના પીઠબળથી તેમના યુવક સેવા વિભાગે સિંધુ દર્શનના પ્રત્યેક યાત્રીને રૂા. ૧૫ હજારની સહાય આપવાનું શરૂ કર્યુ છે. તેનાથી આ સમાજ ગુજરાતની ધરતી સાથે વધુ એકાત્મતાના ભાવનો અનુભવ કરશે. સમાજે પણ સરકારની આ પહેલને વધાવી લીધી છે. ખેલ રાજ્યમંત્રીશ્રીએ તમામ યાત્રિકોને તેમનો પ્રવાસ ક્ષેમકુશળતા સાથે સુખરૂપ સંપન્ન થાય અને અદકેરો ધર્મલાભ સહુ યાત્રીઓ પ્રાપ્ત કરે એવી હાર્દિક શુભકામના પાઠવી હતી.

Related posts

પાવીજેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડાયું

aapnugujarat

વિરમગામમાં સંત રવિદાસજીની જન્મ જયંતિની ઉજવણી કરાઇ

aapnugujarat

ઓછા પાણી વચ્ચે વાવેતરમાં મોટાપાયે ઘટાડો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1